Ahmedabad : ચાર ચાર હત્યાની અનોખી કહાની- ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર આપે તેવો હત્યાનો માસ્ટર પ્લાન

|

Apr 07, 2022 | 5:43 PM

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક જ પરિવારના ચાર લોકોની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે ઘટના અંગે તપાસ કરતા હત્યા બાદ ઘરનો મોભી વિનોદ ગાયકવાડ ફરાર હતો.

Ahmedabad : ચાર ચાર હત્યાની અનોખી કહાની- ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર આપે તેવો હત્યાનો માસ્ટર પ્લાન
Ahmedabad: A unique story of four murders - a master plan of murder that even confronts the story of the film.

Follow us on

અમદાવાદના ઓઢવ (Odhav) વિસ્તારમાં ઘરના જ મોભી દ્વારા ચાર ચાર હત્યાને (Murder) અંજામ આપી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરી હતી. આરોપીની હત્યા અંગેની કબૂલાત સાંભળી ખુદ પોલીસ (Police) પણ ચોંકી ઉઠી હતી. કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી રીતે હત્યારા વિનોદે તેની પત્ની, પુત્ર, પુત્રી અને વડસાસુની હત્યા કરી હતી.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક જ પરિવારના ચાર લોકોની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે ઘટના અંગે તપાસ કરતા હત્યા બાદ ઘરનો મોભી વિનોદ ગાયકવાડ ફરાર હતો. જેથી પોલીસને વિનોદ પર હત્યા કરી હોવાની શંકા હતી. ક્રાઇમ બ્રાન્ચે વિનોદને ગણતરીની કલાકોમાં પકડી પાડયો હતો. અને વિનોદે પોતેજ ચાર ચાર હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે વિનોદના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે જ્યારે વિનોદની પૂછપરછ કરી ત્યારે હત્યારા વિનોદે જે હકીકત વર્ણવી તેનાથી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમકે વિનોદનો પ્લાનિંગ કોઈ ફિલ્મની કહાનીથી ઓછો નહતો.

હત્યારા વિનોદે પોલીસને હકીકત જણાવી હતી તે મુજબ..
પત્નીને અન્ય પુરુષ સાથે અનૈતિક સબંધો હતા તેથી તેની હત્યા કરી,
છેલ્લા છ મહિનાથી પત્નીની હત્યા કરવાનું વિચારતો હતો,
પત્ની બાદ બાળકોનું શું થશે એટલે બાળકોની પણ હત્યા કરી,
હત્યા કરવા માટે તેનું પોતાનું ઘર નાનું પડતું હતું,
હત્યા કરવા માટે મોટું ઘર ભાડેથી રાખ્યું હતું,
પહેલા પુત્ર અને પુત્રીને બહાર વસ્તુ લેવા મોકલ્યા,
પુત્રીને ગુટખા લેવા મોકલી અને પુત્ર જે શ્રીખંડ લેવા મોકલ્યો,
ઘરમાં એકલી રહેલી પત્નીને સરપ્રાઇઝ આપવાના બહાને આંખમાં કાળી પટ્ટી બાંધી તેની હત્યા નિપજાવી,
પત્નીની હત્યા બાદ પ્રથમ પુત્રી ઘરમાં આવી,
પત્ની બાદ પુત્રીની હત્યા નિપજાવી,
પત્ની અને પુત્રીના મૃતદેહ સગેવગે કર્યા,
બાદમાં પુત્ર ઘરે આવ્યો ત્યારે તેના પણ મોતનો પ્લાન બનાવ્યો,
પુત્ર કદાચ સામો હુમલો કરે તેવી શક્યતાને આધારે તેને પણ સરપ્રાઇઝ આપવાનું કહ્યું,
પુત્રને પણ સરપ્રાઇઝ ના બહાને આંખે પટ્ટી બાંધી હત્યા કરી,
પત્ની, પુત્રી અને પુત્રની હત્યા બાદ મૃતદેહ સગેવગે કર્યા ,
બાદમાં વડ સાસુને જમવાના બહાને ઘરે બોલાવી તેની પણ હત્યા કરી,
ચારેય હત્યા બાદ તેને ઘરના પાછળના ભાગે જમીનમાં દાટી દેવાનો પ્લાન બનાવ્યો હતો,
જોકે તેના સાસુ ઘરે આવતા જ તેણે પણ છરી ના ઘા માર્યા હતા,
સવાર સુધી સાસુ ઘરે જ હોવાથી મૃતદેહ દાટી શક્યો નહિ,
સવાર થતાં જ સાસુ પોતાના ઘરે જતા જ વિનોદ પણ અમદાવાદ છોડી નાસી ગયો,
ચાર મોત માટે વિનોદે અગાઉ થી કોઈ ઠોસ પ્લાન બનાવ્યો નહતો,
વિનોદને જેમ જેમ વિચારો આવ્યા તેમ તેમ હત્યાને અંજામ આપતો ગયો,

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પોલીસે હત્યારા વિનોદની પૂછપરછ કરી ત્યારે તેને એવું પણ કબૂલ્યું કે તેવો પહેલા જે ઘરમાં રહેતા હતા તે ઘર નાનું હતું અને ત્યાં હત્યા જે અંજામ આપી શકાય તેમ નહતું જેથી 20 દિવસ પહેલા જ તેને મોટું ઘર ભાડે રાખ્યું હતું. જોકે ચાર હત્યા બાદ સાસુની પણ હત્યા કરવાનો હતો પણ ખરા સમયે સાસુ પર દયા આવી જતા તેની હત્યા કરી નહિ. હાલ તો પોલીસે હત્યારા આરોપી વિનોદની પૂછપરછ કરી છે અને આજે તેને સાથે રાખી તેના ઘરમાં સમગ્ર હત્યાની ઘટનાનું રીકન્ટ્રકશન કર્યું હતું.

આ પણ વાંચો :Surat: સુરતમાં વિશ્વ આરોગ્ય દિવસની સાપ્રંતિ ફાઉન્ડેશન દ્વારા કરાઈ ઉજવણી

આ પણ વાંચો :Rajkot: માલધારીઓએ કહ્યું, સરકાર અમને અભણ ન સમજે કાયદો રદ્દ થવો જોઇએ

Next Article