Ahmedabad : સાયબર ક્રાઇમે એક ભેજાબાજ આરોપીની ધરપકડ કરી જે ક્રિકેટ સહિતની મેચ એડવાન્સ બતાવતો. જેનો ફાયદો સીધો સટોડિયાઓને થતો. જે મામલે વેસ્ટ બંગાળથી આરોપીની પોલીસે ધરપકડ કરી.
આરોપી જુદી જુદી ટીવી ચેનલ અને મુવીની એપ્લિકેશનના સોર્સ ક્રેક કરતો હતો. અને પોતાની એપ્લિકેશન પર પાકિસ્તાની ચેનલ અને ક્રેક કરેલ એપ્લીકેશનથી મેચ બતાવતો. જેથી પોતાને ફાયદો થાય અને એપ્લિકેશન અને ટીવી ચેનલના માલિકોને લાખો રૂપિયાનું નુકશાન થતું.
સાયબર ક્રાઇમને એક પ્રાઇવેટ ટીવી ચેનલ તરફથી ફરિયાદ મળી હતી. જેમાં તેઓ દ્વારા પ્રસારણ થતી મેચ કોઈ એપ્લિકેશન થકી એડવાન્સમાં બતાવી તેઓને લાખો કરોડો નું નુકશાન થતું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કોઈ શખ્સ સિગ્નલ ચોરી અમુક એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનું પ્રસારણ લાઈવ બતાવી રહ્યો હતો. જે કેસમાં સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસ કરતા વેસ્ટ બેંગાલના ગંગાપુરના આરોપીની ધરપકડ કરી.
આરોપી એપ્લિકેશન બનાવી સિગ્નલ હેક કરી મેચ પ્રસારણ કરી રહ્યો હતો. અને સ્પોર્ટ્સને લગતા પ્રસારણ તે થોડી મિનિટો પહેલા કરી દેતો. જેના માટે તે 5 હજાર રૂપિયા લોકો પાસે લેતો. જે ચેનલ મેચ પ્રસારણ કરે તે પહેલા પ્રકાશિત થાય તેવું આરોપી કરતો હોવાનું સામે આવ્યું. એટલું જ નહીં પણ આરોપી ભારતમાં બેન્ડ કરાયેલ પાકિસ્તાનની ચેનલોનું પણ પ્રસારણ એપ્લિકેશન થકી બતાવ્યું હોવાનું સામે આવ્યું છે. જેની પણ સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.
આરોપીએ અત્યાર સુધી અલગ અલગ વેબસાઈટ બનાવી હતી. જેના વયુઅર્સની માહિતી સાયબર ક્રાઇમ મેળવી રહી છે. તો આરોપી T20 અને વર્લ્ડ કપનું પણ એડવાન્સ પ્રસારણ કરતો. ત્યારે આગામી તપાસમાં જેટલા લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેના આધારે એડવાન્સ સ્કોર જોઈ ક્રિકેટ સટ્ટો રમ્યા હશે તેઓની પણ આ ગુનામાં ધરપકડ કરવા સાયબર ક્રાઇમે તૈયારી બતાવી છે.
આ પણ વાંચો : Surat : ચલથાણ નજીક ખાન પરિવારની કાર નહેરના ધસમસતા પાણીમાં ખાબકી, ફાયર વિભાગે ફિલ્મી સ્ટાઇલમાં તમામનું કર્યું રેસ્ક્યુ