Ahmedabad : ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો સોદો પડ્યો ભારે, 4 શખ્સોએ યુવકનું અપહરણ કરી રૂપિયા પડાવ્યા

|

Oct 12, 2023 | 6:01 PM

આરોપી ઉન્મેશ અમીન, રવિ ઉર્ફે બબ્લુ પરમાર, સંજય ઉર્ફે કાળુ પરમાર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ભેગા મળી એક યુવકનું અપહરણ કરીને બળજબરીથી પૂર્વક ATMમાંથી રૂપિયા 24 હજાર પડાવ્યા છે. સેટેલાઇટ પોલીસે અપહરણ કેસમાં આ ચારેય આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad : ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો સોદો પડ્યો ભારે, 4 શખ્સોએ યુવકનું અપહરણ કરી રૂપિયા પડાવ્યા
Ahmedabad

Follow us on

Ahmedabad : અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ માટે એક યુવકનું અપહરણ કરીને રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સેટેલાઈટ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. ટિકિટોની કાળાબજરી કરવા માટે ટિકિટ ખરીદવા ગયા હોવાનું ખુલ્યું, પરતું ટિકિટ ન મળતાં અપહરણનું ષડ્યંત્ર રચ્યું હતું.

આ પણ વાંચો Ind Vs Pak Match ને લઈ ચાલતા ટિકિટ ફ્રોડના કિસ્સાઓથી રહો સાવચેત, આ રીતે ચકાસો અસલી અને નકલી ટિકિટ

આરોપી ઉન્મેશ અમીન, રવિ ઉર્ફે બબ્લુ પરમાર, સંજય ઉર્ફે કાળુ પરમાર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ભેગા મળી એક યુવકનું અપહરણ કરીને બળજબરી પૂર્વક ATMમાંથી રૂપિયા 24 હજાર પડાવ્યા છે. સેટેલાઇટ પોલીસે અપહરણ કેસમાં આ ચારેય આરોપીની ધરપકડ કરી છે.

આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો

ઘટના એવી છે કે, સ્ટેડિયમ ખાતે નોકરી કરતા વિવેક વાળાને ભારત-પાકિસ્તાનની ટિકિટ ખરીદવા બહાને આરોપીઓ ઇસ્કોન બ્રિજ પાસે બોલાવીને અપહરણ કર્યું અને વેજલપુર રેલવે ક્રોસિંગ નજીક લઈ જઈ મારમારીને ATMમાંથી રૂપિયા 24 હજાર પડાવી લીધા હતા. જે ઘટનાને લઈ વિવેક વાળાએ ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલ આરોપીઓ ટિકિટની કાળાબજરી કરવા માટે ટિકિટ ખરીદવા સ્ટેડિયમ ગયા હતા. ત્યારે સ્ટેડિયમ પર વિવેક વાળા સાથે મુલાકાત થઈ હતી. વિવેક વાળાએ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ આપવાની વાત કરી હતી કારણ કે વિવેક વાળાને અન્ય એક વ્યક્તિએ ટિકિટ વેચવા માટે કહ્યું હતું. તેથી વિવેક આરોપી અને અન્ય વ્યક્તિના વચેટિયા તરીકે આરોપી પાસે ગયો હતો, પરતું વિવેક પાસે ટિકિટ નહિ હોવાથી આરોપીઓને શંકા ગઈ હતી.

તેથી તેમણે વિવેકનો એક વીડિયો બનાવ્યો જેમાં બોગસ ટિકિટ વેચીને 13 લાખનું ફ્રોડ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ વિવેકને મારમારીને પૈસા પડાવ્યા હતા. જેમાં વિવેક પાસે 5 લાખ રૂપિયા માંગીને 24 હજાર પડાવી લીધા હતા.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસ કહેવું છે કે, પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ અભ્યાસ કરતા હોય અને ટિકિટોની કાળા બજારી માટે ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article