Ahmedabad: ફિલ્મી ઢબે હનીટ્રેપમાં ફસાવ્યો વેપારીને, પહેલા મિત્રતા-મુલાકાત અને પછી જે થયું તે જાણીને હોશ ઉડી જશે

અમદાવાદમાં હનીટ્રેપનો ખેલ ખેલતી ગેંગ સક્રિય બની છે. જેનો કૃષ્ણનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 6:33 AM

અમદાવાદમાં હનીટ્રેપનો ખેલ ખેલતી ગેંગનો કૃષ્ણનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. સાથે જ આ ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓએ અમદાવાદના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો, આરોપીઓની સાગરિત યુવતીએ કપડાના વેપારી સાથે મિત્રતા બાંધી હતી. બાદમાં વાંરવાર ફોન કરીને સંબંધ કેળવ્યો હતો . અને પોતાની મોહજાળમાં ફસાવ્યો હતો. બાદમાં શરૂ થયો રૂપિયા પડાવવાનો ખેલ.

યુવતીએ વેપારીને મળવા બોલાવ્યો. ત્યારે જેવો વેપારી યુવતીના ઘરે પહોંચ્યો કે તરત જ, પૂર્વઆયોજિત ષડયંત્રના મુજબ યુવતીના સાગરિતો પણ ત્યાં પહોંચ્યા હતા. આ સમયે યુવતીના સાગરિતોએ વેપારીને માર માર્યો હતો. ત્યારે માર મારીને પોલીસ કેસ કરવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં એ જ સમયે નકલી ક્રાઇમ બ્રાંચ ઓફિસર બનીને આવેલા સાગરિતે વેપારીને કાર્યવાહીનો ડર બતાવ્યો હતો. આ રીતે મામલાની પતાવટ માટે 10 લાખની રકમ માગી હતી. જોકે વેપારીએ 4 લાખ આપવાની તૈયારી બતાવી. અને પોતાના દીકરાને વાત કરતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે કૃષ્ણનગર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

આ પણ વાંચો: અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં, તહેવારો પૂર્વે જ એનઓસી વિનાની 7 રેસ્ટોરન્ટ અને 2 ક્લાસીસને સીલ માર્યા

આ પણ વાંચો: ભારતે બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિત 11 દેશો સાથે એકબીજાની કોરોના રસી માટે કરાર કર્યા , પ્રવાસીઓને રાહત મળશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">