AAP નેતા તુલી બેનર્જીએ ‘ઓનલાઈન જાતીય સતામણી’ વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમમાં કરી ફરિયાદ

|

Mar 17, 2021 | 2:12 PM

આમ આદમી પાર્ટી (AAP) ના સ્ટેટ પ્રવક્તા તુલી બેનર્જીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણ્યા શખ્સો દ્વારા જાતીય સતામણીનો આરોપ છે.

AAP નેતા તુલી બેનર્જીએ ‘ઓનલાઈન જાતીય સતામણી’ વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમમાં કરી ફરિયાદ
AAP leader Tuli Banerjee

Follow us on

આમ આદમી પાર્ટી (AAP) ના સ્ટેટ પ્રવક્તા તુલી બેનર્જીએ મંગળવારે અમદાવાદના સાયબર ક્રાઇમ સેલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણ્યા શખ્સો દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર બેનર્જીએ રૂરલ સાયબર ક્રાઇમ મકરબા પોલીસ સ્ટેશન કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સે તેમનો ફોટો ફેસબુક પર અપલોડ કર્યો હતો અને ગુજરાતીમાં “અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી” પોસ્ટ કરી હતી.

“હું તાજેતરમાં જ ફેસબુક બ્રાઉઝ કરી રહી હતી, જ્યારે મેં ગુજરાતીમાં અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીવાળી મારી એક તસવીર જોઇ. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી. આ વ્યક્તિએ માત્ર મારો ફોટો જ પોસ્ટ નહોતો કર્યો, પરંતુ મને અભદ્ર પોસ્ટમાં ટેગ પણ કરી હતી”

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

મને લાગ્યું કે આ જાતીય સતામણી કરવામાં આવી રહી છે અને મારે પોલીસ ફરિયાદ કરવી જોઈએ કારણ કે મારું માનવું છે કે આવી કોમેન્ટ્સ કરનાર વ્યક્તિ સંભવિત બળાત્કારી છે.

“મેં સ્ક્રીનશોટ લીધા છે અને વાંધાજનક પોસ્ટ્સની લિંક્સ પણ સાચવી લીધી છે. જે હજુ ફેસબુક પર એક્ટીવ છે, અને પુરાવા તરીકે પોલીસ સમક્ષ રજૂ કરી છે.” બેનર્જીએ કહ્યું કે, “હું આ કૃત્યમાં સામેલ કોઈ સોશિયલ મીડિયા યુઝરને અંગત રીતે ઓળખાતી નથી.”

સૂત્રો દ્વારા મળેલી માહતી અનુસાર અમદાવાદ રૂરલ સાયબર ક્રાઇમ સેલના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ મંગળવારે સાંજે મળી હતી, પરંતુ હજી સુધી એફઆઈઆર નોંધાઈ નથી.

Next Article