Vadodara: પકડાયેલા કુટણખાનામાં ચોંકાવનારો ખુલાસો, 12 વર્ષની બાળકીના બાપની હેવાનિયત છતી થઈ

Vadodara: પકડાયેલા કુટણખાનામાં ચોંકાવનારો ખુલાસો, 12 વર્ષની બાળકીના બાપની હેવાનિયત છતી થઈ

| Edited By: | Updated on: Oct 22, 2021 | 11:57 AM

વડોદરામાં ગઈ કાલે પકડાયેલા કુટણખાનાને લઈને ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આ ઝડપાયેલી 7 યુવતીઓમાં સાડા બાર વર્ષની બાળકી પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

વડોદરામાં ગઈ કાલે પકડાયેલા કુટણખાનાને લઈને ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. PCB એ ગઈકાલે કુટણખાનું ઝડપેલ, જેમાં 7 યુવતીઓ હોવાનું સામે આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આ ઝડપાયેલી 7 યુવતીઓમાં સાડા બાર વર્ષની બાળકી પણ સામેલ છે. માસુમ બાળા પાસે દેહવિક્રયનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

આધાર અને ઉંમરના પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ સત્ય બહાર આવ્યું છે. બાળકીને તેના પિતાએ જ દેહવિક્રયના ધંધામાં ધકેલી હોવાની વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બાળકીના પિતા, દલાલ અને ગ્રાહક સામે બળાત્કાર અને પોક્સોની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જણાવી દઈએ કે બાળકીના પિતાને વડોદરા લાવી તેની પણ અટકાયત કરી છે.

ત્યારે કુટનખાનાની સંચાલક ચંદ્રિકા ઉર્ફે રીટા પટેલ, બાળકીના પિતા,ત્રણ ગ્રાહકો અને બાળકીની પાડોશી મહિલા સહિત 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્ષમાં આ કુટનખાનું ચાલતું હતું. જ્યાં રીટા પટેલ નામની મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. પોલીસે બાતનીના આધારે જગ્યા પર દરોડો પાડ્યા હતા. જ્યાં ઘટના સ્થળ પરથી 8 યુવતિઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા.

 

આ પણ વાંચો: વડોદરા પોલીસના આ કાર્યને તમે પણ કરશો સલામ, હંમેશા ફરજ પર રહેતા ચહેરા પાછળના ઋજુ હૃદયના થયા દર્શન

આ પણ વાંચો: ધર્માંતરણ કાંડ: સલાઉદ્દીન શેખે વિદેશથી આવતા કરોડોમાંથી કેટલા રૂપિયા ક્યાં મોકલ્યા? વડોદરા SOG ની તપાસની વિગતો!

Published on: Oct 22, 2021 11:49 AM