7 મિત્રોએ રાંચીમાં ફરવાના બહાને સગીરા પર કર્યો સામુહિક બળાત્કાર, 4ની કરાઈ ધરપકડ

ઝારખંડની રાજધાની રાંચીના મંદારમાં સગીર છોકરી સાથે સામુહિક બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે.

7 મિત્રોએ રાંચીમાં ફરવાના બહાને સગીરા પર કર્યો સામુહિક બળાત્કાર, 4ની કરાઈ ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
| Edited By: | Updated on: Aug 29, 2021 | 4:26 PM

ઝારખંડની (Jharkhand) રાજધાની રાંચીના (Ranchi) મંદારમાં સગીર છોકરી સાથે સામુહિક બળાત્કારની (Gangrape) ઘટના પ્રકાશમાં આવી છે. પીડિતા તેના મિત્રની જાળમાં આવીને તેમની સાથે ફરવા ગઈ હતી. જ્યાં તેણી તેના મિત્ર અને અન્ય છ છોકરાઓએ તેના પર બળાત્કાર કર્યો હતો. હાલ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રણની શોધખોળ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે, વિદ્યાર્થીનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

હકીકતમાં એક 13 વર્ષની છોકરી પર 7 સગીર છોકરાઓએ ગુરુવારે મોડી રાત્રે બળાત્કાર કર્યો હતો. શુક્રવારે આ બાબતે મંદાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવાઈ હતી. ત્યારબાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સાતમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 3 આરોપીઓ હજુ ફરાર છે.

ફરવાની વાત કરીને એક નિર્જન જગ્યાએ લઈ ગયા

યુવતીએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે, તેના પરિચિતના એક મિત્રએ તેને એક જગ્યાએ બોલાવી અને ત્યાંથી તે તેને બાઇક પર બેસાડીને એકાંત જગ્યાએ લઇ ગયો. આસપાસ ફરવાની વાત કરી રહ્યો હતો. તેના અન્ય છ મિત્રો તે જગ્યાએ પહેલેથી જ હાજર હતા. બાદમાં સાત લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ તેણીને તેના એક મિત્રના ઘર પાસે છોડી દીધી હતી. જ્યાં પીડિતાએ રાત વિતાવી હતી.

સવારે પોતાના ઘરે પહોંચ્યા બાદ તેણીએ તેના પરિવારના સભ્યોને ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ પરિવાર તેને પોલીસ સ્ટેશન લઈ ગયો અને FIR નોંધાવી. કાર્યવાહી કરતા મંદાર પોલીસે 7 માંથી 4 આરોપીઓને પોતાની કસ્ટડીમાં લીધા છે.

પોલીસ ત્રણેય આરોપીઓને શોધી રહી છે

શનિવારે પોલીસ દ્વારા યુવતીની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના પ્રભારી રાણા જંગ બહાદુર સિંહે જણાવ્યું કે, અન્ય 3 આરોપીઓની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ પણ પોલીસની કસ્ટડીમાં હશે. તમને જણાવી દઈએ કે, અગાઉ મૈસુરથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં પાંચ લોકોએ મેડિકલ સ્ટુડન્ટ સાથે ગેંગરેપ કર્યો હતો. પીડિતા તેના મિત્ર સાથે ચાલી રહી હતી. ગુનેગારોએ મિત્રને માર માર્યા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

જમીન વિવાદને લઈને બે મહિલાઓની કરાઈ હત્યા

આંધ્રપ્રદેશના (Andhra Pradesh) ગુંટૂર જિલ્લામાં બે મહિલાઓની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હત્યાનો જીવંત વીડિયો ફોનના કેમેરામાં રેકોર્ડ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ નજીકના વ્યક્તિએ મિલકતના વિવાદમાં બંનેની હત્યા કરી છે. સત્તેનપલ્લી નગરના નાગાર્જુન નગરમાં એક જ ઘરમાં રહેતી માતા અને પુત્રી, પ્રત્યુષા અને પદ્માવતી બંનેના મૃતદેહ ફ્લોર પર લોહિથી લથપથ હાલતમાં મળી આવ્યા હતા. હત્યા કરવા અને ફરાર થવાનો સમગ્ર મામલો કેમેરામાં કેદ થયો છે.

આ પણ વાંચો: સરકાર આ બે ફર્ટિલાઇઝર કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરવાની યોજના

આ પણ વાંચો: પેરાલિમ્પિકમાં રજત ચંદ્રક વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો પુરસ્કાર આપવાની ગુજરાત સરકારની જાહેરાત

Published On - 4:15 pm, Sun, 29 August 21