ચૂંટણી પંચ(Election Commission)ના નામે સોશિયલ મીડિયા (Social media) પર ફેક ન્યૂઝ (Fake news) ફેલાવવામાં આવી રહ્યા છે. ફેક મેસેજમાં લખવામાં આવ્યું છે કે કમિશને સૂચના આપી છે કે જે લોકો વોટ નહીં કરે તેમના ખાતામાંથી 350 રૂપિયા કાપવામાં આવશે. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે.
હવે સોશિયલ મીડિયા પર ચૂંટણી પંચના નામે એક નકલી સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. વોટ્સએપ પર ચૂંટણી પંચના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખ્યું છે કે જો તમે મત નહીં કરો તો તમારા ખાતામાંથી 350 રૂપિયા કપાશે. મામલો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હવે આ કેસની તપાસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા શરૂ કરવામાં આવી છે.
આ અંગે ચૂંટણી પંચે 1 ડિસેમ્બરે ફરિયાદ કરી છે. આ મામલે FIR પણ નોંધવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ કરીને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે “ચૂંટણી પંચ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે જે નાગરિક મતદાન નહીં કરે તેના બેંક ખાતામાંથી 350 રૂપિયા કાપવામાં આવશે. ”
કમિશન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ફેક ન્યૂઝ વોટ્સએપ પર ફેલાવવામાં આવી રહ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે જો વોટ નહીં આપવામાં આવે તો બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાશે, જેમાં ફરિયાદ બાદ દિલ્હી પોલીસના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન (IFSO) યુનિટે તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસે IPCની કલમ 171G હેઠળ કેસ નોંધ્યો છે.
વર્તમાન સમયમાં વોટ્સએપ પર અવાર-નવાર આવા ફેક મેસેજ વાયરલ થતાં હોય છે ત્યારે સૌથી પહેલા લોકોએ તેની વિશ્વસનીયતા ચકાસવી તેમજ આગળ ફોરવર્ડ કરતા પહેલા થોડું એ બાબત વિશે માહિતી જોવી ત્યાર બાદ તેના પર વિશ્વાસ કરવો આજકાલ આવા મેસેજથી લોકો સાથે છેતરપીંડીની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે લોકોએ જાગરૂત રહેવું અને મેસેજ સાચો છે કે ફેક તે હંમેશા ચકાસવાનો આગ્રહ રાખવો.
આ પણ વાંચો: ગીર ગાય એક દિવસમાં 50 લીટર સુધી આપી શકે છે દુધ, જાણો ગીર ગાય નામ પડવા પાછળનું કારણ