Crime News : ન્યૂડ કોલ…ફેક એકાઉન્ટ પર આપી ટ્રેનિંગ, ચીની સાયબર ક્રિમિનલના ચુંગાલમાં ફસાયા 3000 ભારતીય

|

Jul 10, 2024 | 8:40 AM

Chinese Cyber scammers : ચીની સાયબર ગુનેગારોએ ભારતીય નાગરિકોને બંદી બનાવીને તેમને હની-ટ્રેપમાં ફસાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્કેમર્સ લોકોને ફસાવવા માટે ભારતીય મહિલાઓને ન્યુડ કોલ કરવા દબાણ કરતા હતા.

Crime News : ન્યૂડ કોલ...ફેક એકાઉન્ટ પર આપી ટ્રેનિંગ, ચીની સાયબર ક્રિમિનલના ચુંગાલમાં ફસાયા 3000 ભારતીય
Chinese cybercrime

Follow us on

Cyber scammers : ચીની સાયબર ક્રિમિનલ્સ દ્વારા તસ્કરી કરીને કંબોડિયામાં લાવવામાં આવેલી ભારતીય મહિલાઓને ન્યૂડ કોલ કરીને અજાણ્યાઓને હની ટ્રેપ કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વાતનો ખુલાસો તેલંગણા નિવાસી મુંશી પ્રકાશે કર્યો છે, જે ચીની ફ્રોડનો શિકાર બન્યા હતા.

ચીની ફ્રોડનો શિકાર આ રીતે બન્યા ભારતીય

પ્રકાશ, સિવિલ એન્જિનિયરિંગમાં BTech ગ્રેજ્યુએટ, હૈદરાબાદમાં એક IT ફર્મમાં કામ કરતો હતો અને વિદેશમાં નોકરીની શોધમાં નોકરીની સાઇટ્સ પર તેની પ્રોફાઇલ પોસ્ટ કરી હતી. મહબૂબાબાદના બેયારામ મંડળના વતનીએ જણાવ્યું હતું કે,”કંબોડિયાના એક એજન્ટ વિજયે મને ફોન કર્યો અને ઓસ્ટ્રેલિયામાં નોકરીની ઓફર કરી. તેણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા જતા પહેલા મારે મારી ટ્રાવેલ હિસ્ટ્રી આપવી પડશે. તેણે મને મલેશિયાની ટિકિટ પણ આપી.”

નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવવાની તાલીમ

તેણે કહ્યું, “કુઆલાલમ્પુરથી મને 12 માર્ચે નોમ પેન્હ લઈ જવામાં આવ્યો હતો. વિજયના એક સ્થાનિક પ્રતિનિધિએ મારી પાસેથી 85,000 રૂપિયાના યુએસ ડોલર લીધા હતા. આ પછી ચીની નાગરિકોએ મારો પાસપોર્ટ જપ્ત કરી લીધો અને મને ક્રોંગ બાવેટ લઈ ગયા, જ્યાં ત્યાં હતો. મને અન્ય ભારતીયો સાથે ટાવર સીમાં રાખવામાં આવ્યો હતો અને અમને તેલુગુ અને અન્ય ભાષાઓમાં નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

પ્રકાશે જણાવ્યું કે, તેઓએ મને એક અઠવાડિયા સુધી અંધારાવાળી રૂમમાં રાખી અને મારા પર ત્રાસ ગુજાર્યો. જ્યારે હું બીમાર પડ્યો, ત્યારે તેઓએ મને બહાર કાઢી દીધો. આ સમય દરમિયાન મેં મારા પીડાદાયક અનુભવો વર્ણવતો વીડિયો રેકોર્ડ કર્યો. મેં તમિલનાડુમાં મારી બહેનને ઈમેલ મોકલ્યો, જેણે અધિકારીઓને જાણ કરી.

12 દિવસ જેલમાં વિતાવ્યા

આ પછી, ભારતીય દૂતાવાસ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સરકારોએ તેને બચાવવાનો નિર્ણય કર્યો. આ અગાઉ 16 એપ્રિલના રોજ, કંબોડિયન પોલીસે પ્રકાશને તસ્કરોથી બચાવ્યો હતો, પરંતુ ચીનની ગેંગે તેના પર ખોટા આરોપો લગાવીને તેની ધરપકડ કરી હતી. આ દરમિયાન તેણે 12 દિવસ જેલમાં વિતાવ્યા હતા.

પ્રકાશે કહ્યું, “જ્યારે અધિકારીઓને ખબર પડી કે આરોપો નકલી છે, તો તેઓએ મને 5 જુલાઈએ દિલ્હી મોકલી દીધો.” તેની સાથે અન્ય નવ લોકોનો પણ બચાવ થયો હતો. તેમણે કહ્યું કે 3,000 ભારતીયો, જેમાંથી ઘણા આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના છે, કંબોડિયામાં ફસાયેલા છે. આમાં તે છોકરીઓ પણ સામેલ છે જેમને તેમના ડિટેન્શન કેમ્પમાંથી નગ્ન કોલ કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

મળતી માહિતી મુજબ ચીની ગેંગ આ સાયબર ગુલામો પાસેથી જે પૈસા કમાય છે તેને ક્રિપ્ટોકરન્સીમાં અને પછી યુએસ ડોલરમાં અને અંતે ચીની યુઆનમાં ફેરવવામાં આવે છે.

Next Article