Rajkot : જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, મોડી રાત્રે 24 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા

સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણા નામના 24 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

Rajkot : જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, મોડી રાત્રે 24 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા
Youth Murder in rajkot
| Edited By: | Updated on: Feb 02, 2023 | 9:17 AM

રાજકોટ શહેરમાં ફરી એક વાર ખૂની ખેલ ખેલાયો છે. ગઈ કાલે મોડી રાત્રે આંબેડકર નગર 80 ફૂટ રોડ પર હત્યાની ઘટના સામે આવી છે. જૂની અદાવતનો ખાર રાખી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણા નામના 24 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ થોરાળા પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક ગંભીર પ્રકારના ગુનાઓ સામે આવ્યા

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક ગંભીર પ્રકારના ગુનાઓ સામે આવ્યા છે.લાગી રહ્યું છે ગુનાને અંજામ આપનાર આરોપીઓને પોલીસનો ડર નથી. થોડા દિવસો અગાઉ રાજકોટ શહેરના બાપુનગર સ્મશાન પાસે હનીફ જુણેજા નામના શખ્સની સામાન્ય બાબતે સરાજાહેર હત્યા કરવામાં આવી. તો બીજી બાજુ બહેનના પૂર્વ પતિની હત્યા કરી અકસ્માતમાં ખપાવનાર શખ્સ ઝડપી લેવામાં આવ્યો હતો.

જો ઘટનાની વિગતે વાત કરીએ તો આરોપી ચા ની હોટેલ ચલાવતો હોય મૃતક હનીફ તેની ચાની હોટેલ જઈ અવારનવાર માથાકૂટ કરતો હતો.અને તેથી જ રોજના જગડાઓથી કંટાળીને આરોપીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

(વીથ ઈનપુટ- રોનક મજીઠિયા, રાજકોટ)

Published On - 9:05 am, Thu, 2 February 23