Crime: 21 વર્ષનો યુવક માંગતો હતો વિદેશી યુવતીઓના ‘અંગત’ ફોટા, દક્ષિણ એશિયાની મહિલાઓ થઈ શિકાર

|

Jul 23, 2021 | 12:08 PM

એક ઇન્ડોનેશિયન મહિલાની ફરિયાદ પરથી GTB એનક્લેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તે ટોક લાઈફ એપ પર આરોપીને મળી હોવાનું કહ્યું હતું.

Crime: 21 વર્ષનો યુવક માંગતો હતો વિદેશી યુવતીઓના અંગત ફોટા, દક્ષિણ એશિયાની મહિલાઓ થઈ શિકાર
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Crime: વિદેશી મહિલાઓને બ્લેકમેલ કરવાના આરોપમાં 21 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. બ્લેકમેલ કરનારી મોટાભાગની મહિલાઓ દક્ષિણ એશિયાના દેશોની મહિલાઓ હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી યુવક દક્ષિણ એશિયાના દેશોની મહિલાઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા દોસ્તી કરતો હતો અને પછી પૈસાના બદલામાં અંગત ફોટા અને વીડિયો મોકલવાની લાલચ આપી રહ્યો હતો.

બાદમાં તે વિદેશી મહિલાઓ પાસે વધુ અંગત ફોટા અને વીડિયો નહીં મોકલે તો તેની પાસે પહેલેથી જ પડેલા ફોટા અને વીડિયો લિક કરવાની ધમકી આપતો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ જતીન ભારદ્વાજ છે અને તે દિલ્હીના દિલશાદ ગાર્ડનનો રહેવાસી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે સામાન્ય રીતે ‘ટોક લાઈફ’ મોબાઇલ એપ્લિકેશન દ્વારા તે એવી મહિલાઓને નિશાન બનાવતો હતો કે જે પહેલાથી જ દુખી હોય અને આર્થિક રીતે નબળી હોય.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ત્રણ મહિલાઓ પાસેથી લીધા તેના અંગત ફોટો અને વિડીયો
પોલીસે જણાવ્યુ કે તેને 15 થી વધુ મહિલાઓને તેની જાળમાં ફસાવી હતી અને તેમાથી 3 મહિલાઓના પ્રાઈવેટ ફોટો વિડીયો મેળવવામાં તે કામયાબ રહ્યો હતો. એક વરિષ્ઠ અધિકારી જણાવ્યુ કે એક ઇન્ડોનેશિયન મહિલાની ફરિયાદ પરથી GTB એનક્લેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં તે ટોક લાઈફ એપ પર આરોપીને મળી હોવાનું કહ્યું હતું.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (શાહદરા) આર સાથિયા સુન્દારામે જણાવ્યું હતું કે અમારી ટીમે કેસ સંબંધિત તમામ સંબંધિત માહિતી એકઠી કરી હતી. આરોપીનો મોબાઇલ નંબર સ્વીચ ઓફ હોવાનું જણાયું હતું, પરંતુ કોલ ડિટેઇલ્સ અને કોના નામનો નંબર છે તેનું એનાલિસ કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

એમ પણ કહ્યું હતું કે તપાસ હજી પણ ચાલુ છે અને અન્ય કોઇની સંડોવણીની છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય અશ્લીલ સામગ્રી વાળો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: Olympics corona : ટોક્યો ઓલિમ્પિક કોરોનાની ચપેટમાં? કોરોના સંક્રમણનાં કેસ 100 પાર, 19 નવા કેસ સામે આવ્યા

આ પણ વાંચો: Kumbh Mela Covid Test Scam: કુંભ કોવિડ ટેસ્ટ કૌભાંડમાં પ્રથમ ધરપકડ, હરિયાણાનો એક શખ્સ પોલીસના સકંજામાં

Next Article