ગુનો કરી સજા પામેલ આરોપી જેલમાં ગયો, જેલમાંથી છૂટતા વિડીયો બનાવ્યો અને ફરી ગુનો નોંધાયો

|

Nov 04, 2021 | 3:43 PM

ડીવાયએસપી જે. પી. ભંડારીએ કહ્યું કે અમરેલી જિલ્લા જેલ બહારનો વિસ્તાર પ્રતિબંધિત હોવા છતાં આરોપીએ પોતાના મિત્ર મારફત વિડીયો ઉતાર્યો હતો અને વાયરલ કર્યો હતો.

AMRELI : કહેવાય છે કે કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિના રવાડે ચડી જાય તો જેલની આકરી સજા પણ તેને સુધારી શકતી નથી. આવો જ એક કેસ સામે આવ્યો છે જેમાં ગુનો કરી સજા પામેલ આરોપી જેલમાં ગયો અને જામીન પર જેલમાંથી છૂટતા વિડીયો બનાવ્યો અને ફરી તેની સામે ગુનો નોંધાયો.અમરેલી જિલ્લા જેલની બહાર વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરવો આ યુવકને ભારે પડ્યો છે.આ અંગે અમરેલી સિટી પોલીસ મથકે 2 શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. છેડતીના આરોપી મેહુલ પારખિયાએ જિલ્લા જેલમાંથી જામીન પર છૂટી વીડિયો બનાવ્યો હતો.અમરેલી જિલ્લા જેલ બહારના પ્રતિબંધિત વિસ્તારમાં વીડિયો ઉતારવા અને ભય ઉભો કરવા બદલ કાર્યવાહી કરી છે.

આ અંગે ડીવાયએસપી જે. પી. ભંડારીએ કહ્યું કે અમરેલી જિલ્લા જેલ બહારનો વિસ્તાર પ્રતિબંધિત હોવા છતાં આરોપીએ પોતાના મિત્ર મારફત વિડીયો ઉતાર્યો હતો અને વાયરલ કર્યો હતો. આરોપી પોતે જેલ પ્રશાસન કે કાયદાથી ડરતો નથી એવું બતાવવા માંગતો હોવાના ઈરાદે ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના PM મોદીના સંવેદનશીલ નિર્ણયથી સામાન્ય માણસને મળશે રાહત: અમિત શાહ

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ અને VAT ઘટાડવા બદલ નીતિન પટેલે PM મોદી અને CM ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા

Next Video