VALSAD : કોમર્સ કોલેજમાં ABVP ફ્રેશર્સ પાર્ટીમાં કોરોના નિયમોના ધજાગરા

|

Dec 30, 2021 | 6:26 PM

વલસાડની કોમર્સ કોલેજમાં ABVPએ ફ્રેશર્સ પાર્ટી યોજી અને ઓમિક્રોનની આફત વચ્ચે એક જ હોલમાં 1500થી વધુ વિદ્યાર્થીઓને એકઠાં કર્યા. એટલું જ નહીં વિદ્યાર્થીઓ માટે રાસ ગરબાનું પણ આયોજન કર્યું. જેમાં વિદ્યાર્થીઓએ ખુલ્લેઆમ કોરોનાની ગાઈડલાઈનો ભંગ કર્યો.

VALSAD :  ABVP ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. વલસાડમાં ABVPએ ફરી એકવાર નિયમોના ધજાગરા ઉડાવ્યા. વલસાડની કોમર્સ કોલેજમાં ABVPએ ફ્રેશર્સ પાર્ટી યોજી અને ઓમિક્રોનની આફત વચ્ચે એક જ હોલમાં 1500થી વધુ વિદ્યાર્થીઓને એકઠાં કર્યા. એટલું જ નહીં વિદ્યાર્થીઓ માટે રાસ ગરબાનું પણ આયોજન કર્યું. જેમાં વિદ્યાર્થીઓએ ખુલ્લેઆમ કોરોનાની ગાઈડલાઈનો ભંગ કર્યો. પાર્ટીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ માસ્ક વગર જોવા મળ્યા. તો એક પણ વિદ્યાર્થીએ સોશિયલ ડિસ્ટંસ પણ ન જાળવ્યું. પાર્ટીનો વીડિયો સામે આવતા ABVP પર અનેક સવાલો ઉઠ્યા છે. સવાલ છે કે, શું ABVPને કોરોનાની ગાઈડલાઈનની જાણ નથી ? શા માટે ABVPએ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા ? તેમજ ઓમિક્રોનની આફત વચ્ચે ABVPને પાર્ટી યોજવાની મંજૂરી કોણે આપી ?

નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી એક તરફ રાજયમાં કોરોનાના કેસોમાં ઉત્તરોતર વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ નેતાઓ દ્વારા મેળાવડા અને સમારંભો યોજવામાં આવી રહ્યા છે. અને, કોરોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. ત્યારે ફરી એબીવીપી દ્વારા યોજાયેલી પાર્ટીમાં કોરોના નિયમોનો ભંગ અને સવાલોને જન્મ આપે છે. એક બાજુ ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે આવી પાર્ટીઓ યોજવી કેટલી યોગ્ય છે ? અને આવા મેળાવડાઓ થકી કોરોનાનો ફેલાવો થશે તો જવાબદાર કોણ રહેશે ?

આ પણ વાંચો : Surat: 31 ડિસેમ્બરને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામુ, નિયમ તોડશે તેની ખેર નહીં

આ પણ વાંચો : Anand: સુણાવની શાળામાં 4 શિક્ષિકા કોરોના પોઝિટિવ, 15 દિવસ માટે શાળા કરાઇ બંધ, વાલીઓની ચિંતામાં વધારો

Next Video