કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા અને પંચાયત-રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા કોરોના પોઝિટિવ

|

Jan 15, 2022 | 3:53 PM

ભાજપામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક નેતા પોઝિટિવ આવવા લાગ્યા છે. રાજકોટમાં એક સાથે 4 નેતા પોઝિટિવ આવ્યા બાદ આજે વજુભાઈ વાળા અને ગાંધીનગરમાં મંત્રી બ્રિજેશ મેરજા પણ પોઝિટિવ આવ્યા છે.

ગુજરાત ભાજપ (BJP) ના વધુ બે નેતા કોરોના (CORONA) પોઝિટિવ આવ્યા છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા (Vajubhai vala) અને પંચાયત અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા (Brijesh Merja) કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ આ બંને નેતા હોમ આઇસોલેશનમાં હોવાની વિગતો બહાર આવી છે. વજુભાઈ રાજકોટમાં પોતાના નિવાસસ્થાને અને બ્રિજેશ મેરજા ગાંધીનગરમાં નિવાસ સ્થાને હોમ આઇસોલેટ થયા હોવાની માહિતી મળી હતી. બે દિવસ પહેલાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોઝિટીવ આવ્યા હતા. ત્યાર બાદ આ બીજા મંત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે.

પંચાયત અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે પોતે પોઝિટીવ આવ્યા હોવાની માહિતી તેમણે પોતે ટ્વિટ કરીને આપી હતી. તેઓ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને આઈસોલેટ થઈ ગયા છે અને તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને આઇસોલેટ થવા તેમજ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.

 


 

બીજી બાજુ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પણ કોરોના સંક્રમિત થયા હતા.વજુભાઇ વાળાના ઘરે આરોગ્યની ટીમ પહોંચી હતી. થોડ દિવસ પહેલાં રાજકોટમાં રેલી બાદ વજુભાઇ વાળા મુખ્યમંત્રી સહિત ભાજપના મોટા નેતાઓને પણ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આ રેલીમાં સામેલ પાંચ જેટલા મોટા નેતાઓ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ થયા છે. વજુભાઇ વાળા હોમ આઇસોલેટ થયા હોવાની માહિતી મળી રહી છે.

રાજકોટમાં ભાજપના 5 નેતા પોઝિટિવ થયા

રાજકોટમાં વજુભાઈ વાળા કોરોને પોઝિટિવ આવ્યા તે પહેલાં રાજકોટ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપ-પ્રમુખ ભરત બોઘરા, અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજકોટના નેતા નીતિન ભારદ્વાજ કોરોના પોઝિટિવ થતાં હાલ આ બધા નેતાઓ હોમ આઈસોલેટ થયા છે. રાજકોટમાં આયોજિલ રેલી બાદ આ બધા નેતા પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચોઃ Porbandar: પોરબંદરમાં કાર અથડાવાને લઈ બે જુથ વચ્ચે હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

આ પણ વાંચોઃ Valsad: અગસ્તક્રાંતિ ટ્રેન સાથે મોટી દુર્ઘટના થતી બચી, રેલવે ટ્રેક પર સિમેન્ટના થાંભલા સાથે અથડાઈને એન્જીન સહિત ટ્રેન પસાર

Published On - 2:31 pm, Sat, 15 January 22

Next Video