સુરત શહેરમાં 20મી જુન 2021 પછી પ્રતિદિન 20થી ઓછા કોરોના સંક્રમણ કેસો નોંધાયા હતા. તેમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો હતો. જે પ્રતિદિન એક કેસ સુધી પહોંચ્યો હતો. પરંતુ સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના કેસમાં વધારો નોંધાયો છે.સુરત શહેરમાં કોરોનાના 313 જેટલા કેસો નોંધાયા છે. જે ચિંતાજનક છે. જોકે આશ્વર્યની વાત તો એ છે કે આ પૈકી વેકિસનના બંને ડોઝ લેનારા દર્દીઓની સંખ્યા 250થી વધુ છે. જયારે વેક્સિન ન લીધી હોય તેવા માત્ર 36 નાગરીકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. કોરોનાના કેસમાં ઉછાળો થતાં સુરત મનપા તંત્રની ઉંઘ હરામ થઈ છે. જેને પગલે આજરોજ રાજય સરકાર દ્વારા ખાસ નિમાયેલા અધિકારી અધિક્ષક એમ. થેન્નારાસનની આગેવાનીમાં એક અગત્યની બેઠક મળી હતી. જે બેઠકમાં મનપાના આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સુરત શહેરમાં 26મી ડિસેમ્બરે 20 કોરોનાના કેસ નોંધાયા હતા. શહેરમાં પ્રતિદિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ત્યારે ડોકટરો, કિલનીક કે હોસ્પિટલની ઓપીડીમાં પણ કોરોનાના અને એવા જ લક્ષણો ધરાવતા કેસો વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા એક મહિનામાં સુરત શહેરમાં કોરોનાગ્રસ્ત કુલ દર્દીઓનો આંકડો 313 પર પહોંચી ગયો છે. જેમાં 250 દર્દીઓએ કોરોના સામે કારગર એવા વેકિસનના બંને ડોઝ લઈ લીધા હતા. જયારે 27 દર્દીઓ એવા છે કે જેઓએ વેક્સિનનો માત્ર પહેલો ડોઝ જ લીધો હતો. જયારે વેક્સિનનો એકપણ ડોઝ લીધો ન હોય તેવા સાત નાગરીકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. આમ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાને કારણે બિન્દાસ બનીને કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લઘંન કરનારાઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે.
સુરતમાં બુધવારે ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાતા પાલિકા સતર્ક બની છે. કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. બુધવારે શહેર-જિલ્લામાં કોરોનાના 80 કેસ નોંધાયા છે. બે દિવસ પહેલા માત્ર 23 કેસ નોંધાયા હતા. અને જેમાં સાડા ત્રણ ગણો વધારો નોંધાયો છે. કોરોના કેસમાં ઉછાળો આવતાં સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આજે 290 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ છે. સાથે સાથે આજરોજ દ્વારા તાબડતોડ કોરોનાને લઈ ઉચ્ચસ્તરીય એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ રાજય સરકાર દ્વારા ખાસ નિમાયેલા અધિકારી અધિક્ષક એમ. થેન્નારાસનની આગેવાનીમાં એક અગત્યની બેઠક મળી હતી. જે બેઠકમાં મનપાના આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિક્ષક એમ. થેન્નારાસને સુરતની શાળામાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા કોરોનાને પગલે શાળામાં ખાસ ટ્રીપલ- ટી એટલે કે ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા તાકીદ કરી હતી. સાથે સાથે જે વિસ્તારમાં કોરોનાનુ સંક્રમણ વધારે હોય તેવા વિસ્તારમાં જરૂર જણાય તો પ્રતિબંધ મુકવાનો પણ આગામી સમયમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ મોલ, મલ્ટીપ્લેકસ, શાકભાજી વિક્રેતા સ્થળ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહયું છે. જેના પરથી લાગી રહ્યું કે સુરત મહાનગર પાલિકાનું તંત્ર હવે કોરોના સામે લડવા માટે કમર કસી રહ્યું છે.
આ પણ વાંચો : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા ગુજરાત સજ્જ, જાણો કેવી છે તૈયારીઓ?
આ પણ વાંચો : TMKOC : શું જેઠાલાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને અલવિદા કહી રહ્યા છે ? જાણો શું કહ્યુ દિલીપ જોશીએ