એક જ માસ્ક વારંવાર પહેરવાથી થઈ શકે છે ગંભીર બીમારીઓ, જાણો માસ્કને ક્યારે બદલવુ

|

Jan 02, 2022 | 11:48 PM

ઉપયોગમાં લીધેલા માસ્કને માત્ર ઠંડા પાણીથી સાફ કરવું યોગ્ય નથી. ઉપયોગમાં લીધેલા માસ્ક વારંવાર પહેરવાથી તમે ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. જાણો તમે કેટલા સમય સુધી માસ્ક પહેરી શકો છો.

એક જ માસ્ક વારંવાર પહેરવાથી થઈ શકે છે ગંભીર બીમારીઓ, જાણો માસ્કને ક્યારે બદલવુ
File Image

Follow us on

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા વારંવાર એવું પણ કહેવામાં આવ્યું છે કે ફેસ માસ્ક પહેરવું એ કોરોના વાઈરસ (Corona virus) સામે રક્ષણ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. WHOએ એમ પણ જણાવેલુ છે કે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરો, ભીડવાળી જગ્યાએ ન જાવ, હાથ મિલાવશો નહીં અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distance)નું પાલન કરો. પરંતુ દરેકના મનમાં પ્રશ્ન રહે છે કે માસ્ક (Mask)નો ઉપયોગ ક્યાં સુધી કરી શકાય? ફેસ માસ્કનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે?

પહેરેલુ માસ્ક વારંવાર પહેરવુ યોગ્ય નથી

કોવિડ-19થી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. લાંબા સમય સુધી એક જ માસ્ક અને વાપરેલુ માસ્ક પહેરવાથી તમને ઘણી બીમારીઓ થઈ શકે છે. એવું ન થવું જોઈએ કે કોરોનાથી બચવાને બદલે માસ્કના કારણે તમને અન્ય બીમારીઓ થઈ જાય. ગંદા માસ્કના કારણે તમને ગળામાં ખરાશ, ગળામાં દુખાવો, પેટ સંબંધિત સમસ્યાઓ અને શ્વાસ સંબંધી બીમારીઓ થઈ શકે છે.

ઓક્સિજન લેવામાં સમસ્યા

જો માસ્ક ગંદા હોય તો તેના છિદ્રો ગંદકીથી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં માસ્કને કારણે ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. આ કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. માસ્ક પહેરતી વખતે તમને ગૂંગળામણ થઈ શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

માસ્ક ક્યારે બદલવું?

જો તમે કાપડનું માસ્ક પહેરો છો તો તમારે વધુમાં વધુ ત્રણ મહિના સુધી આ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. પછી ચોક્કસપણે આ માસ્ક બદલો.

N95 માસ્ક દર બે મહિને બદલવા જોઈએ.

જો તમે સર્જિકલ થ્રી લેયર માસ્ક પહેરો છો તો તમે આ માસ્કને ત્રણથી ચાર કલાકમાં બદલી શકો છો.

રિયુઝેબલ માસ્કને બે મહિના પછી બદલી શકો છો

માસ્કને સાફ કરવાની સાચી રીત કઈ છે?

નોંધનીય છે કે માસ્કને માત્ર પાણીથી ધોયા પછી તેને ફરીથી પહેરવું યોગ્ય નથી. માસ્કને સાફ કરવા માટે પહેલા તેને 10 મિનિટ માટે ગરમ પાણીમાં ડુબાડી રાખો, પછી માસ્કને સાબુથી સાફ કરો. બાદમાં માસ્કને સૂર્યપ્રકાશમાં થોડા કલાકો સુધી સૂકવવા માટે મૂકો. જ્યારે માસ્ક સુકાઈ જાય, ત્યારે તેને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં તમે તમારા હાથને વારંવાર સ્પર્શ ન કરો. માસ્ક પહેરતા પહેલા માસ્કને સેનિટાઈઝ કરવાની ખાતરી કરો.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર સર્તક: ઓમિક્રોનના વધતા સંક્રમણને પગલે યોજાઈ સમીક્ષા બેઠક, માંડવિયાએ રાજ્યોને આપ્યા આ આદેશ

આ પણ વાંચોઃ ફ્લાઈટમાં ઉડાન દરમિયાન મહિલા મળી કોરોના પોઝિટીવ, ટોયલેટમાં 5 કલાક માટે થઈ સેલ્ફ આઈસોલેટ

Next Article