રાજ્યમાં કોરોના (Corona) ના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ઉપરા ઉપરી પોતાના જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવાની કે રદ કરવા પડ્યા છે. ત્યારે હવે સરકારને પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણને પણ બંધ કરવું પડી શકે છે. 15 વર્ષથી નાના બાળકો માટે રસી ન હોવાથી તેમના પર કોરોનાનું સૌથી વધુ જોખમ છે તેને ધ્યાને રાખીને સરકાર આ નિર્ણય લઈ શકે છે. જોકે શિક્ષણ મંત્રી આ બાબતો કેઈ ફોડ પાડવા તૈયાર નથી તે કહે છે કે સમય અનુસાર નિર્ણય લેવાશે.
ગાંધીગરમાં મહાત્મા મંદિર ખાતે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ-2022 મોકૂફ રાખવાનો નિર્ણય સરકારે લીધો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો અને પતંગ મહોત્સવ રદ કરવામાં આવ્યા છે. તેમજ સુરતમાં આયોજિત જોબ ફેર સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે એવી શક્યતા છે.
NSUI દ્વારા પીપીઇ કીટ પહેરીને સ્કૂલો બંધ કરવાની માગ કરાઈ
રાજ્યભારમાંથી શાળાઓમાં કોરોનાના કેસ આવી રહ્યા છે ત્યારે સરકાર સામે પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની માગ થઈ રહી છે. અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરોએ પીપીઈ કીટ પહેરીને સ્કૂલોમાં શિક્ષણ બંધ કરવાની માગ કરી છે. જેના પગલે સરકાર ધોરણ 1થી 8ની સ્કૂલો ઓફલાઇન સંપૂર્ણ બંધ કરી ઓનલાઇન ચાલુ રાખી શકે છે. જ્યારે 9થી 11ની સ્કૂલો ઓડ ઇવન પદ્ધતિથી 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખે તેવી સંભાવના છે.
NSUI workers protest in PPE kits, demanding to shut OFFLINE school classes . #Ahmedabad #Gujarat pic.twitter.com/Yi5wpkHOg3
— tv9gujarati (@tv9gujarati) January 6, 2022
કોલેજો ઓફલાઇન બંધ કરવા રજૂઆત કરાઈ
કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળે કોલેજમાં પણ શૈક્ષણિક કાર્યવાહી ઓફલાઈન બંધ કરીને ઓનલાઇન શરૂ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. અધ્યાપક મહામંડળે લખેલા પત્રમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે વિદ્યાર્થીઓ અધ્યાપકો સહિત શૈક્ષણિક સ્ટાફને કોરોના ન ફેલાય તે માટે વિનંતી કરવામાં આવી છે.
શાળાઓ ઓફલાઈન રાખવી કે નહિ તેનો નિર્ણય સમય અનુસાર લેવાશે – #Gujarat govt spokesperson @jitu_vaghani #coronavirus pic.twitter.com/CMG7XZIwrc
— tv9gujarati (@tv9gujarati) January 6, 2022
ઉકા તરસાડિયા યુનિ.માં કોરોનાનો રાફડો ફાટ્યો, 488 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરતાં 57ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ એક ખાનગી યુનિર્વિસિટીમાં અભ્યાસ કરી રહેલા 57 વિદ્યાર્થીઓનો કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવતાં ચકચાર મચી જવા પામી છે. ગત રોજ આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા 14 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરતાં તમામે તમામ 488 વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું
આ પણ વાંચોઃ SURAT : આજે બપોર સુધીમાં જ શહેરમાં કોરોનાના 390 કેસ નોંધાયા, ઉકા તરસાડિયા યુનિ.માં કોરોનાનો રાફડો ફાટ્યો
આ પણ વાંચોઃ ત્રીજી લહેરના ભણકારા ! રાજધાની સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના તેમજ ઓમિક્રોનની સ્થિતિ