PM MODI એ રસીકરણ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી, રસીનો બગાડ ઓછો કરવા પર ભાર મુક્યો

|

Jun 04, 2021 | 10:56 PM

વડાપ્રધાન મોદી (PM MODI) એ આરોગ્ય કર્મચારીઓ તેમજ ફ્રન્ટ લાઈન વર્કર્સના રસીકરણ કવરેજની સ્થિતિની સમીક્ષા કરી હતી.

PM MODI એ રસીકરણ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી, રસીનો બગાડ ઓછો કરવા પર ભાર મુક્યો
PHOTO : PIB

Follow us on

વડાપ્રધાન મોદી (PM MODI)ની અધ્યક્ષતામાં આજે ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન (corona vaccination drive) માં થયેલી પ્રગતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ રસીકરણ કવાયતના વિવિધ પાસાઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેઝન રજૂ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રસીનો બગાડ ઓછો કરવા પર ભાર મૂક્યો હતો.

ભારત સરકાર રસીના ઉત્પાદકો સાથે સક્રીય રીતે કામ કરી રહી છે
રસીકરણ અભિયાન (corona vaccination drive) માં થયેલી પ્રગતિની સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ વડાપ્રધાન મોદી (PM MODI) ને હાલમાં રસીની ઉપલબ્ધતા અને તેમાં વધારો કરવા માટેની ભાવિ રૂપરેખાની માહિતી આપી હતી. વિવિધ રસી ઉત્પાદકોને ઉત્પાદનમાં વધારો કરવામાં મદદરૂપ થવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાં વિશે પણ તેમને માહિતી આપવામાં આવી હતી. ભારત સરકાર રસીના ઉત્પાદકો સાથે સક્રીય રીતે કામ કરી રહી છે અને તેમને ઉત્પાદન એકમો વધારવાની સુવિધા આપવા, નાણાકીય સહાય કરવા અને કાચા માલના પૂરવઠાના સંદર્ભમાં મદદ કરી રહી છે.

રસીનો બગાડ ઓછો કરવા પર ભાર
વડાપ્રધાન મોદી (PM MODI) એ આરોગ્ય કર્મચારીઓ તેમજ ફ્રન્ટ લાઈન વર્કર્સના રસીકરણ કવરેજની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે 45 વર્ષથી વધારે ઉંમરના તેમજ 18 થી 45 વર્ષ સુધીના વયજૂથમાં લોકોના રસીકરણની સ્થિતિ પણ જાણી હતી. વડાપ્રધાને વિવિધ રાજ્યોમાં રસીકરણ કવરેજની સ્થિતિ વિશે પણ માહિતી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ નિર્દેશો આપ્યા હતા કે, રસીના બગાડની સંખ્યા હજુ પણ વધારે છે અને તેને ઘટાડવા માટે પગલાં લેવાની જરૂર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વેક્સિન અંગે રાજ્યોને અગાઉ જાણ કરવામાં આવે છે
રસીકરણ અભિયાન (corona vaccination drive) માં થયેલી પ્રગતિની સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ રસીકરણની પ્રક્રિયા લોકો માટે વધુ અનુકૂળ બનાવવા માટે ટેકનોલોજીના મોરચે લેવામાં આવેલા વિવિધ પગલાં વિશે વડાપ્રધાન મોદી (PM MODI) ને માહિતી આપી હતી.

અધિકારીઓએ વડાપ્રધાનને માહિતી આપી હતી કે, રાજ્યોને રસીની ઉપલબ્ધતા અંગે આગોતરી માહિતી આપવામાં આવે છે. તેમણે વડાપ્રધાનને એવી પણ માહિતી આપી હતી કે, આ માહિતી જિલ્લા સ્તર સુધી પહોંચડવા માટે રાજ્યોને કહેવામાં આવ્યું છે જેથી લોકોને કોઇપણ પ્રકારે અગવડ પડે નહીં.

આ પણ વાંચો : Lancet Journal : એક વાર સંક્રમિત થયા બાદ 10 મહિના સુધી કોરોના સંક્રમણનું જોખમ ઓછું

Next Article