કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લખ્યો પત્ર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોનાનું ઓમિક્રોન પ્રકાર ડેલ્ટા કરતા 3 ગણું વધુ ચેપી છે. આવી સ્થિતિમાં રાજ્યોએ વધુ સાવધ રહેવાની જરૂર છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે આ અંગે માહિતી આપી છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે “ઓમિક્રોન ડેલ્ટા કરતા ઓછામાં ઓછા 3 ગણું વધુ ચેપી છે. તેથી, સ્થાનિક અને જિલ્લા સ્તરે વધુ દૂરદર્શિતા, ડેટા વિશ્લેષણ, ઝડપી નિર્ણય લેવાની અને કડક નિવારક પગલાંની જરૂર છે.
Union Health Secy Rajesh Bhushan writes to all States/UTs: “Omicron is at least 3 times more transmissible than Delta. Hence, even greater foresight, data analysis, dynamic decision making & strict & prompt containment action are required at the local & district level”
(File Pic) pic.twitter.com/aUjZkemqeZ— ANI (@ANI) December 21, 2021
ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કેસ ગતિ પકડી રહ્યા છે. મંગળવાર બપોર સુધીમાં દેશમાં ઓમિક્રોનના 200થી વધુ કેસ (Omicron Cases) નોંધાઇ ગયા છે. આમાં સૌથી વધુ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હીમાં ઓમિક્રોનના 54થી વધુ કેસ નોંધાયા છે જેમાંથી 12 દર્દીઓ સાજા થયા છે અને અન્દય ર્દીઓ હોસ્પિટલમાં અને આઇસોલેશનમાં છે. મહારાષ્ટ્રમાં પણ 60થી વધુ કેસ નોંધાયા છે, પરંતુ અહીં સાજા થનારા દર્દીઓની સંખ્યા દિલ્હી કરતા વધુ છે. અહીં ઓમિક્રોનના 28 દર્દીઓ સાજા થયા છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સિવાય તેલંગાણા ત્રીજા સૌથી વધુ કેસ ધરાવે છે, જ્યાં 20 કેસ નોંધાયા છે. કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાતમાં પણ કોરોનાના કેસ નોંધાયેલા છે.
મંગળવારે સામે આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના કુલ કેસોની (Corona Cases) સંખ્યા 3,47,52,164ને પાર પહોંચી ગઈ છે. તેમજ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 79,097 થઈ ગઈ છે, જે 574 દિવસમાં સૌથી ઓછી છે.
Published On - 8:34 pm, Tue, 21 December 21