વિદ્યાર્થીઓ પર તોળાયું કોરોનાનું સંકટ, આ ચાર શાળામાં કોરોનાની એન્ટ્રી થતા ખળભળાટ

|

Apr 12, 2022 | 10:38 AM

નોઈડાની (Noida) શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Corona) મળી આવ્યા છે, જેના કારણે આગામી આદેશ સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓ પર તોળાયું કોરોનાનું સંકટ, આ ચાર શાળામાં કોરોનાની એન્ટ્રી થતા ખળભળાટ
Corona Cases

Follow us on

ઉતર પ્રદેશના (Uttar Pradesh) નોઇડામાં (Noida) કેટલીક શાળાઓ બંધ કરવામાં આવી છે, શાળામાં ઘણા વિદ્યાર્થીઓ (Students) સહિત સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો અનુસાર, 13 વિદ્યાર્થીઓ અને 3 સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. નોઈડાના સેક્ટર 40માં આવેલી એક સ્કૂલમાંથી (School) વિદ્યાર્થીઓ અને સ્ટાફ પોઝિટિવ (Corona Positive) મળ્યાના સમાચાર છે. વિદ્યાર્થીઓના વાલીઓને માહિતી આપવામાં આવી છે. હાલ કોરોના પ્રોટોકોલ મુજબ, શાળાને ફરીથી સેનિટાઇઝેશન માટે બંધ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધોરણ 6, 9 અને 12ના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જો કે એવું સામે આવ્યું છે કે જે લોકો ચેપગ્રસ્તના સંપર્કમાં આવ્યા હતા તેમને પણ વહેલી તકે પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવી છે.

13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

શાળા પરિસરમાંથી કોરોનાના કેસની જાણ થતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ પણ હાઇ એલર્ટ પર છે કારણ કે આ પહેલી શાળા નથી જ્યાં કેસ નોંધાયા છે. અગાઉ, ગાઝિયાબાદમાં એક શાળા પણ બે વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફરી બંધ કરવામાં આવી હતી. આ માહિતી બાદ CMO એ પણ દરેકને સતર્ક અને સાવચેત રહેવાની અપીલ કરી છે. દરેક વ્યક્તિએ પોતાની અને અન્યની સલામતી માટે COVID-19 સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. તેમજ તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ COVID-19 સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે.

દેશભરમાં શાળાઓ ખુલી

દેશભરમાં શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે. તમામ વર્ગો કોરોનાની માર્ગદર્શિકા (Corona Guidelines) હેઠળ ઑફલાઇન ચલાવવામાં આવી રહ્યા છે. જો કે, આ હોવા છતાં ઘણી શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.જેથી કોઈને ઉધરસ, શરદી વગેરે જેવા હળવા લક્ષણો પણ હોય તો તેણે ઘરની અંદર જ રહેવું જોઈએ અને શાળાએ ન જવું જોઈએ.

 

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : આંધ્રપ્રદેશ: ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે પાંચ લોકોના મોત, CM જગન રેડ્ડીએ શોક વ્યક્ત કર્યો

Published On - 9:47 am, Tue, 12 April 22

Next Article