Night Curfew: દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધતા જોઈ અનેક રાજ્યોએ ‘નાઇટ કર્ફ્યુ’ની કરી જાહેરાત, જુઓ યાદી

|

Dec 27, 2021 | 9:56 AM

અત્યાર સુધીમાં દેશભરમાંથી ઓમિક્રોનના લગભગ 450થી વધુ કેસ નોંધાયા છે. કેસ પર નિયંત્રણ મેળવવા માટે મોટાભાગની રાજ્ય સરકારોએ નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે.

Night Curfew: દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધતા જોઈ અનેક રાજ્યોએ નાઇટ કર્ફ્યુની કરી જાહેરાત, જુઓ યાદી
Night Curfew (File Photo)

Follow us on

કોરોના વાયરસ નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) વધતા જતા કેસોને જોતા ઘણા રાજ્યોએ પોતપોતાના રાજ્યોમાં કોરોના પ્રતિબંધો અને રાત્રિ કર્ફ્યુની (Night Curfew) જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં દેશભરમાંથી ઓમિક્રોનના લગભગ 450થી વધુ કેસ નોંધાયા છે. ઓમિક્રોનથી વધતા સંક્રમણના મામલાઓને અંકુશમાં લેવા માટે તમામ રાજ્યો પોતપોતાના સ્તરે જરૂરી પ્રયાસો કરી રહ્યા છે. કેસ પર નિયંત્રણ મેળવવા માટે મોટાભાગની રાજ્ય સરકારોએ નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે.

દિલ્હી

ભારતની રાજધાનીમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. રાજધાનીમાં આજે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. દિલ્હી સરકારે યલો એલર્ટમાં જતા પહેલા જ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે આજે પણ જો કોરોનાનો ચેપ દર 0.50 ટકા રહ્યો છે. તો દિલ્હી મેટ્રો 50 ટકા ક્ષમતાથી ચલાવવામાં આવશે. એટલું જ નહીં, ઓડ-ઇવન ફોર્મ્યુલા બજારોમાં પણ લાગુ થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કર્ણાટક

કર્ણાટકમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોને લઈને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ રવિવારે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં ‘નાઈટ કર્ફ્યુ’ લાદવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, કર્ણાટક સરકારે રાજ્યમાં 28 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. આ કર્ફ્યુ 10 દિવસ સુધી અમલમાં રહેશે. રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ ડીકે સુધાકરે જણાવ્યું હતું કે 28 ડિસેમ્બરથી સમગ્ર કર્ણાટકમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે. એટલું જ નહીં, સાર્વજનિક સ્થળો પર તમામ પ્રકારની ન્યૂ યર પાર્ટીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. હોટલ, રેસ્ટોરન્ટ, પબ અને અન્ય સ્થળોને માત્ર 50 ટકા લોકો સાથે ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.

આસામ

શનિવારે નાઇટ કર્ફ્યુ લગાવનારા રાજ્યોની યાદીમાં આસામનું નામ પણ જોડાયું છે. આસામ સરકારે 26 ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી છે. આસામમાં રાત્રે 11.30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જો કે, રાજ્ય સરકારે હાલમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે 31 ડિસેમ્બર 2021 ના ​​રોજ નાઇટ કર્ફ્યુ લાગુ થશે નહીં.

ગુજરાત

કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે ગુજરાત સરકારે નાઇટ કર્ફ્યુમાં વધારો કર્યો છે. ગુજરાતના 8 મોટા શહેરોમાં નાઇટ કર્ફ્યુ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. આ શહેરોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. આ નવો સમય અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં લાગુ થશે. વાસ્તવમાં, તહેવારોની સિઝનમાં સંક્ર્મણ ફેલાવવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. ગુજરાત સરકારે ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે.

મહારાષ્ટ્ર

ઓમિક્રોનના વધતા જતા કેસો બાદ મહારાષ્ટ્રમાં પણ નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ ચાલુ રહેશે. રાજ્યના કોઈપણ ભાગમાં 5 થી વધુ લોકો એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં. સરકાર દ્વારા કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા પર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. તેમજ કાર્યક્રમમાં નિયમોનો ભંગ કરવા બદલ આયોજકોને 50 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમણે રસીના બંને ડોઝ લીધા નથી તેઓ સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, થિયેટરો, જીમ, કોચિંગ ક્લાસ, સ્વિમિંગ પુલ, ક્લબ, સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી શકશે નહીં. સરકારી કર્મચારીઓને બંને ડોઝ લેવા જરૂરી છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મરીમાં ભક્તોનો પ્રવેશ પણ બંધ રહેશે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ ચાલુ રહેશે. લગ્ન સમારોહમાં 200 થી વધુ લોકોને પ્રવેશ મળશે નહીં. માસ્ક વિના માલ મળશે નહીં. બહારથી આવતા સમયે ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.

રાજસ્થાન

રાજસ્થાનમાં કોરોનાના બીજી લહેરથી નાઇટ કર્ફ્યુ લાગુ છે. કેસ ઓછા થયા બાદ તેમાં કેટલીક છૂટ આપવામાં આવી હતી, પરંતુ ઓમિક્રોનના ખતરાને જોતા સરકાર ફરીથી એલર્ટ મોડમાં આવી ગઈ છે.

આ પણ વાંચો : UP Elections 2022: વડાપ્રધાન મોદી કાનપુરને આપશે મેટ્રોની ભેટ , 12600 કરોડની યોજનાનું કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો : Punjab Elections 2022 : ચૂંટણીમાં હાથ અજમાવવા અંગે ટિકૈતનો ખુલાસો, સંયુક્ત કિસાન મોરચા ચૂંટણી નહીં લડે, જે લડે છે તેમની સાથે કોઈ લેવા દેવા નથી

Next Article