Lancet Journal : એક વાર સંક્રમિત થયા બાદ 10 મહિના સુધી કોરોના સંક્રમણનું જોખમ ઓછું

|

Jun 04, 2021 | 7:51 PM

Lancet Journal માં પ્રકાશિત આ સંશોધન મૂજબ કેર હોમમાં રહેલા અગાઉ સંક્રમિત થયેલા લોકોમાં, અગાઉ સંક્રમિત ન થયેલા લોકો કરતા બીજી વાર સંક્રમણ થવાનું જોખમ 60 ટકા સુધી ઓછું મળ્યું હતું.

Lancet Journal :  એક વાર સંક્રમિત થયા બાદ 10 મહિના સુધી કોરોના સંક્રમણનું જોખમ ઓછું
રચનાત્મક તસ્વીર

Follow us on

Lancet Journal : એક અધ્યયન મુજબ કોવિડ-19 રોગચાળા માટે જવાબદાર સાર્સ-કોવી-2 વાયરસથી એક વાર સંક્રમિત થયા પછી આગામી 10 મહિના માટે ફરીથી સંક્રમણ થવાનું જોખમ ઘણું ઓછું થઇ જાય છે. 2 જૂનના રોજ લાન્સેટ જરનલે આ અંગેનું એક સંશોધન પ્રકાશિત કર્યુ છે. ગયા વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ઇંગ્લેન્ડમાં 2000 થી વધુ લોકો અને કેર હોમમાં રહેતા કામદારો પર કોવિડ-19 સંક્રમણ અંગેનું આ સંશોધન કરવામાં આવ્યું હતું.

બીજી વાર સંક્રમણનું જોખમ 60 ટકા ઓછું
બ્રિટનની યુનિવર્સિટી કોલેજ, લંડનના સંશોધનકર્તાઓએ એન્ટીબોડી તપાસને આધારે 10 મહિના પહેલા કોરોના સંક્રમિત થયેલા લોકોની સરખામણી એવા લોકો સાથે કરી જે લોકોને અગાઉ સંક્રમણ થયું નથી.

Lancet Journal માં પ્રકાશિત આ સંશોધન મૂજબ કેર હોમમાં રહેલા અગાઉ સંક્રમિત થયેલા લોકોમાં, અગાઉ સંક્રમિત ન થયેલા લોકો કરતા બીજી વાર સંક્રમણ થવાનું જોખમ 60 ટકા સુધી ઓછું મળ્યું હતું. જો કે સંશોધનકર્તાઓએ કહ્યું કે બંને ગ્રુપ વચ્ચે સીધી સરખામણી થઇ શકે એમ નથી. કેમકે જેમના પર સંશોધન કરવામાં આવ્યું છે એમાંથી ઘણા એવા પણ હોઈ શકે જેમણે અગાઉ કેર હોમની બહાર ટેસ્ટ કરવાયો હોઈ શકે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સંક્રમિત થયા પછી વધે છે એન્ટીબોડી
બ્રિટનની યુનિવર્સિટી કોલેજ, લંડનના ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ ઈન્ફોર્મેટિક્સમાં Lancet Journal માં પ્રકાશિત આ સંશોધન મુખ્ય લેખિકા મારિયા કૃતિકોવે કહ્યું કે આ ખરેખર સારા સમાચાર છે કે પ્રાકૃતિક સંક્રમણ આ સમયમાં એટલે કે પહેલી વાર સંક્રમિત થયાના 10 મહિનામાં ફરીવાર સંક્રમિત થવા સામે સુરક્ષા આપે છે. કોરોનાથી એક વાર સંક્રમિત થયા બાદ મળનારી ઉચ્ચ કોટીની રોહ પ્રતિકારક શક્તિ બીજી વાર સંક્રમણ થવાના ભય સામે ઘણું આશ્વાસન આપે છે. ખાસ કરીને એ લોકોમાં જેમની ઉમર વધુ છે.

2000 લોકોમાં એન્ટીબોડીની તપાસ દ્વારા સંશોધન
Lancet Journal માં પ્રકાશિત આ સંશોધન માટે કોવિડની પ્રથમ લહેર પછી ગયા વર્ષે જૂન અને જુલાઈમાં 100 કેર હોમમાં 682 નિવાસીઓ અને 1429 કામદારો પર એન્ટિબોડીની તપાસ કરવામાં આવી હતી. આમાંથી ત્રીજા ભાગના લોકોમાં એન્ટિબોડી હોવાનું જોવા મળ્યું, જેનો અર્થ એ કે તેઓને પહેલા સંક્રમણ થયું હતું. એન્ટીબોડીની તપાસ કર્યા બાદ લગભગ 90 દિવસ પછી તેમના PCR ટેસ્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું. 90 દિવસનું અંતર એટલા માટે રાખવામાં આવ્યું હતું કે તેમના પ્રારંભિક સંક્રમણની જાણ ન થાય.

Published On - 7:48 pm, Fri, 4 June 21

Next Article