Operation Samudra Setu : સિંગાપુરથી રાહત સામગ્રી લઈને INS Airavat વિશાખાપટ્ટનમ પહોચ્યું

|

Jun 03, 2021 | 10:50 PM

Visakhapatnam : આ પહેલા પણ ત્રણ ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર ભારતીય વાયુસેનાના વિમાન IL-76 દ્વારા સિંગાપોરથી ભારત લાવવામાં આવ્યા હતાં.

Operation Samudra Setu : સિંગાપુરથી રાહત સામગ્રી લઈને INS Airavat વિશાખાપટ્ટનમ પહોચ્યું
INS Airavat

Follow us on

Visakhapatnam : કોવીડ-19 મહામારી વિરૂદ્ધ ભારતીય નૌસેના (Indian Navy) નું INS Airavat સિંગાપુરથી કોવીડ-19ની રાહત સામગ્રી લઈને વિશાખાપટ્ટનમ પહોચ્યું છે. આ પહેલા પણ ત્રણ ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર ભારતીય વાયુસેનાના વિમાન IL-76 દ્વારા સિંગાપોરથી ભારત લાવવામાં આવ્યા હતા. શુક્રવારે વિમાન પશ્ચિમ બંગાળના પનાગર એર બેઝ પર ઉતર્યું હતું.

INS Airavat વિશાખાપટ્ટનમ પહોચ્યું
ભારતીય નૌસેનાનું ટેન્કર INS Airavat આજે 3 જૂનના રોજ સવારે વિશાખાપટ્ટનમ પહોંચ્યું હતું. નૌસેનાના અધિકારીઓએ જણાવ્યું કે શિપિંગમાં 20 ટન ખાલી ક્રાયોજેનિક ઓક્સિજન ટેંક, 3150 ઓક્સિજન સિલિન્ડર, 500 ભરેલા ઓક્સિજન સિલિન્ડર, 10,000 રેપીડ એન્ટિજન ટેસ્ટ કીટ અને 450 PPE કિટ સિંગાપોરથી લાવવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

INS Airavat 5 મેના રોજ સિંગાપોરથી ઓક્સિજન ટેન્કો અને સિલિન્ડર લઈને નીકળ્યું હતું. તાજેતરમાં જ સિંગાપોર સ્થિત ગ્લોબલ સ્કૂલ ફાઉન્ડેશને ભારતને 5૦૦ થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેશન મોકલ્યા હતા.

યુનાઇટેડ કિંગડમે ભારતને પહેલા મદદ કરી હતી
યુનાઇટેડ કિંગડમ એ પહેલો દેશ હતો જેણે ભારતમાં તબીબી ઉપકરણોની પોતાની માલસામાન પહોંચાડ્યો. યુકેએ ભારતમાં 95 ઓક્સિજન કન્સન્ટ્રેટ્સ, 20 લ્યુમિસ બાઈપેપ મશીનો, 20 વેન્ટિલેટર અને સંબંધિત ઉપકરણો મોકલ્યા હતા. આ તમામ ઉપકરણોને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે.

રશિયાએ ઓછામાં ઓછું 2,00,000 પેક ઓક્સિજન કોન્સન્ટ્રેશન, વેન્ટિલેટર, બેડસાઇડ મોનિટર અને એન્ટી વાયરલ ડ્રગ ‘ફાવપિરાવીર’ મોકલીને ભારતને મદદ પણ કરી હતી.

તાજેતરમાં, ઉત્તરી આયરલેન્ડના બેલફાસ્ટથી ત્રણ 18 ટન ઓક્સિજન જનરેટર્સ અને 1000 વેન્ટિલેટર સાથે  વિશ્વનું સૌથી મોટું કાર્ગો પ્લેન ભારત મોકલવામાં આવ્યું હતું.

ભારતીય નૌસેનાનું ઓપરેશન સમુદ્ર સેતુ-2
દેશમાં કોરોના સંકટ દરમિયાન, ભારતીય નૌસેનાએ ઓપરેશન સમુદ્ર સેતુ-2 (Operation Samudra Setu 2) શરૂ કરીને 09 જહાજો તૈનાત કર્યા છે. જેમાં આઈએનએસ તલવાર, આઈએનએસ કોલકાતા, આઈએનએસ ઐરાવત, આઈએનએસ કોચિ, આઈએનએસ તાબર, આઈએનએસ ત્રિકંદ, આઈએનએસ જલાશ્વ અને આઈએનએસ શાર્દુલને વિદેશી મૈત્રીપૂર્ણ દેશોના ઓક્સિજન કન્ટેનર, સિલિન્ડર, કોન્સ્રેટર્સ અને સંબંધિત સાધનો લાવવા તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Cause of death : કોરોના મૃતકોના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના નથી દર્શાવાતું, તો સ્વજનોને સહાય કેવી રીતે મળશે?

Published On - 10:22 pm, Thu, 3 June 21

Next Article