Gir somnath : વેરાવળની બાદલપરાની શાળામાં વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત

|

Jan 01, 2022 | 5:51 PM

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળની બાદલપરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત થયા છે. ધોરણ-7 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે હવે ગીરસોમનાથ જિલ્લાના વેરાવળની બાદલપરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત થયા છે. ધોરણ-7 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.જેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે શાળાને 10 દિવસ માટે બંધ કરવા આદેશ કરાયો છે.એટલું જ નહીં સંક્રમિત શિક્ષિકા અને વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

શાળામાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન

સરકાર તરફથી વિદ્યાર્થીઓનું રસીકરણ થાય તેવા પ્રયાસો શરુ કરાયા છે. આજથી 15થી 18 વર્ષની વય જૂથના તરૂણો માટે રસીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થઇ છે. ત્યારે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે, 25 ડિસેમ્બર ના ​​રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 3 જાન્યુઆરીથી બાળકો માટે કોરોના રસીકરણ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હવે બાકીના લોકોની જેમ 15 થી 18 વર્ષના બાળકોને પણ રસી આપવામાં આવશે, જેના માટે રજીસ્ટ્રેશન હાલ શરુ થઈ ગયુ છે.

રાજયની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું

નોંધનીય છેકે રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓમાં કોરોના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. સાથેસાથે શાળામાં શિક્ષકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. ત્યારે હવે 3 જાન્યુઆરીએ સરકારે કોરોના રસી આપવાનું અભિયાન શરૂ કર્યું છે.  જેથી વિદ્યાર્થીઓ અને બાળકોમાં કોરોના સંક્રમણને અટકાવી શકાય.

આ પણ વાંચો : બાળકોને વેક્સિન : 15 થી 18 વર્ષના બાળકો માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે સ્લોટ બુક કરો

આ પણ વાંચો : 15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી રસી અપાશે, ઓન સાઈટ રજીસ્ટ્રેશન માટે આટલું જરૂરી

Next Video