અમદાવાદ અને વડોદરા સિવાયના 6 મહાનગરોને કર્ફ્યૂમાંથી રાહત, લગ્ન પ્રસંગો માટે નોંધણી કરાવવાની રહેશે નહીં

|

Feb 17, 2022 | 8:35 PM

મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું કે, રાજ્યના સૌ નાગરિકોના સાથ સહકાર તથા કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઈનના અનુપાલનને પરિણામે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે

અમદાવાદ અને વડોદરા સિવાયના 6 મહાનગરોને કર્ફ્યૂમાંથી રાહત, લગ્ન પ્રસંગો માટે નોંધણી કરાવવાની રહેશે નહીં
Gandhinagar: 6 metros except Ahmedabad and Vadodara got relief from curfew (ફાઇલ)

Follow us on

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel)અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના (Corona guideline)નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર તથા મુખ્ય સચિવ પંકજકુમાર અને ગૃહના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ રાજ્યમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયરના પાલન સાથે આ છૂટછાટો આપવાનું નિર્ધારિત કર્યું હતું.

મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું કે, રાજ્યના સૌ નાગરિકોના સાથ સહકાર તથા કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઈનના અનુપાલનને પરિણામે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને સ્થિતી પૂર્વવત બનવા તરફ જઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે વેપાર-ઉદ્યોગ, નાના વેપારીઓ, ધંધા-રોજગાર કારોની આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખીને આ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટ છાટ અને હળવા કરવામાં આવેલા નિયંત્રણો અંગે ગૃહ વિભાગનું જાહેરનામું આ સાથે સામેલ કર્યું છે. આ જાહેરનામાની મુખ્ય બાબતોમાં રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ (Night curfew)તા. 18 ફેબ્રુઆરીથી તા 25 ફેબ્રુઆરી. દરમ્યાન દરરોજ રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.

રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં. આ અંગે સરકાર દ્વારા વિગત વાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.


આ પણ વાંચો : Surat : મેયરે તાપીમાં ડૂબી જવું જોઈએ એવું આપના કોર્પોરેટરે કહેતા જ બંને પક્ષની મહિલા કોર્પોરેટરો બાખડયા

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના નવા 870 કેસ નોંધાયા, 13ના મોત

Published On - 8:23 pm, Thu, 17 February 22

Next Article