Stealth Omicron Variant: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ કારણે એવી આશા ઉદભવી છે કે ટૂંક સમયમાં જ દેશને કોરોના (corona) સંક્રમણથી મુક્તિ મળશે. જો કે, આવી આશા ઠગારી નીવડી હોય તેવું લાગી રહ્યું છે. આશા ઠગારી નીવડવાનું કારણ, ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant ) નવા સબ-વેરિઅન્ટ છે, જેને સ્ટીલ્થ (Stealth) નામ આપવામાં આવ્યું છે. ચીનમાં સ્ટીલ્થ ઓમિક્રોન વેરિયન્ટ કેસ ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે. આ સિવાય ઈઝરાયેલે પણ સ્ટીલ્થ ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ મળવાની પુષ્ટિ કરી છે. આ નવા વેરિઅન્ટને કારણે દુનિયામાં કોરોના વાયરસની ચોથી લહેરનો ભય સતાવવા લાગ્યો છે.
સ્ટીલ્થ ઓમિક્રોન વેરિઅન્ટ ખતરનાક છે કારણ કે તેને શોધવો મુશ્કેલ છે. આ Omicron વેરિઅન્ટથી તદ્દન અલગ છે. સ્ટીલ્થ ઓમિક્રોન વેરિયન્ટ, Omicron ના બે સબ વેરિયન્ટથી બનેલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું (WHO) કહેવું છે કે આ સબ વેરિયન્ટ પણ ઓમિક્રોન જેટલો જ ખતરનાક છે. WHOએ કહ્યું કે આ વેરિયન્ટ પર બારીકાઈથી નજર રાખવાની જરૂર છે કારણ કે તે ટેસ્ટિંગમાં ઓછો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, વિશ્વભરમાં ઘટતા કેસોને લઈને, વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે પરીક્ષણમાં ઘટાડો થયો છે અને તેના કારણે પણ ઓછા કેસ જોવા મળી રહ્યા છે.
જોકે, સ્ટીલ્થ વેરિઅન્ટ વિશે રાહત આપતાં કહેવામાં આવી રહ્યું છે કે તે શ્વસનતંત્રના ઉપરના ભાગને જ અસર કરે છે. મતલબ કે તે ફેફસાં સુધી પહોંચતો નથી અને ગળા સુધી જ સીમિત રહે છે. ઓમિક્રોનમાં સમાન લક્ષણો છે. અગાઉ, ડેલ્ટા વેરિઅન્ટ, જે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર હતું, તે ફેફસાં પર સીધો હુમલો કરી રહ્યો હતો અને તેના કારણે ઓક્સિજનનો અભાવ થતો હતો.
નિષ્ણાતોનું કહેવું છે કે સ્ટીલ્થ વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાં ચક્કર આવવા, નબળાઈ અને થાક જેવા મખ્ય લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો વાયરસથી સંક્રમિત થયાના બે થી ત્રણ દિવસ પછી જોવા મળે છે. આ સિવાય તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, શરદી અને ઝડપી ધબકારા પણ તેના લક્ષણો છે. ચીનમાં આ વેરિયન્ટને કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. વુહાનમાં જ ત્રીજી વખત કોરોનાના કેસ 5,000ને વટાવી ગયા છે. આ સિવાય ઈઝરાયેલે પણ બે કેસની પુષ્ટિ કરી છે.
IIT કાનપુરના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 22 જૂન સુધીમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઈ શકે છે, જે ઓગસ્ટના મધ્ય સુધીમાં ટોચ પર પહોંચી જશે.એવો દાવો કર્યો છે કે આ લહેર 4 મહિના સુધી ચાલશે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જેટલા વધુ લોકો બહાર આવશે અને ભીડ એકઠી થશે, તેટલા જ કેસ વધુ ફેલાવાનું જોખમ રહેશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ