Covid Vaccination : કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું 2021 પૂર્ણ થતા દેશમાં બધા લોકોનું રસીકરણ થઇ જશે

|

May 28, 2021 | 7:03 PM

દેશમાં કોરોના રસીકરણ અભિયાન (Covid Vaccination) અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

Covid Vaccination : કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું 2021 પૂર્ણ થતા દેશમાં બધા લોકોનું રસીકરણ થઇ જશે
FILE PHOTO

Follow us on

Covid Vaccination : દેશમાં કોરોના વિરૂદ્ધ લડાઈમાં રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. કેન્દ્ર સરકાર ઈચ્છી રહી છે કે દેશમાં વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય જેથી કરીને રસી લેનારા લોકો કરોના સામે લડવા સક્ષમ બને અને ઓછા લોકો કોરોના સંક્રમિત બને. દેશમાં તમામ લોકોનું રસીકરણ ક્યારે પૂરું થશે આ પ્રશ્ન અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) સ્પષ્ટતા કરી છે.

2021 પૂર્ણ થતા બધા લોકોનું રસીકરણ થશે
દેશમાં કોરોના રસીકરણ અભિયાન (Covid Vaccination) અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) ના એક નિવેદન પર વળતો પ્રહાર કરતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે વર્ષ 2021 પૂર્ણ થતા દેશમાં બધા લોકોનું રસીકરણ થઇ જશે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે દેશમાં 130 કરોડની વસ્તી સામે 3 ટકા લોકોનું જ રસીકરણ થયું છે, આના જવાબમાં પ્રકાશ જાવડેકરે આ સ્પષ્ટતા કરી હતી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

કોંગ્રેસ શાસિત રાજ્યો પર કર્યા પ્રહાર
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપતા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના રસીકરણ અભિયાન (Covid Vaccination) અંગે પ્રશ્નો ઉઠાવી કોંગ્રેસ શાસિત રાજ્યો પર પ્રહાર કર્યા હતા.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે જો રાહુલ ગાંધી કોરોના રસીકારણ અંગે ચિંતિત છે તો તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યો તરફ ધ્યાન આપવું જોઈએ જ્યાં મોટી ખામીઓ છે. કોંગ્રેસ શાસિત રાજ્યો 1 મેથી આપેલ વેક્સીન લઇ રહ્યા નથી, જેનો ઉપયોગ 18 થી 44 વર્ષની વયના લોકોના રસીકરણ માટે કરવામાં આવનાર છે.

ડીસેમ્બર 2021 સુધીમાં 216 કરોડ ડોઝનું ઉત્પાદન
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે દેશમાં કોરોના રસીકરણ (Covid Vaccination) અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક રોડ મેપ તૈયાર કર્યો છે. આ રોડ મેપ મુજબ આ વર્ષના અંત સુધીમાં દેશમાં કોરોના રસીના 216 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. આ અગાઉ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં દેશની તમામ પુખ્ત વયની વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવશે.

આ પણ વાંચો : MadhyaPradesh : રાજકારણ કરવા જતા KamalNath કરી બેઠા દેશનું જ અપમાન, જાણો સમગ્ર ઘટના

Next Article