Covid in India: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ નવા કેસ સામે આવ્યા, ત્રણ લાખથી વધુ દર્દીઓએ વાયરસને માત આપી

|

Jan 27, 2022 | 10:44 AM

Coronavirus in India:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,86,384 લોકો કોરોના વાયરસ(Coronavirus) થી સંક્રમિત થયા છે.

Covid in India: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ નવા કેસ સામે આવ્યા, ત્રણ લાખથી વધુ દર્દીઓએ વાયરસને માત આપી
Corona Testing (File Image)

Follow us on

Coronavirus in India: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસોમાં વધારો થવાની પ્રક્રિયા ચાલુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 2,86,384 નવા કેસ નોંધાયા છે (India covid cases)આ દરમિયાન 573 લોકોના મોત થયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા કરતા વધુ લોકો કોરોના વાયરસથી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3,06,357 લોકોએ કોવિડ-19ને માત આપી છે અને સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસો(Covid Active Cases)ની સંખ્યા 22,02,472 છે, જે કુલ કેસના 5.46 ટકા છે. ચિંતાનો વિષય છે કે કોવિડ પોઝિટિવીટિ દર હજુ પણ ઊંચો છે. ડેટા અનુસાર, ભારતમાં દૈનિક પોઝિટિવીટિ દર 19.59 ટકા પર યથાવત છે. બીજી તરફ કોવિડ સામે લડવા માટે રસી એક મોટા હથિયાર તરીકે સામે આવી છે. આવી સ્થિતિમાં, દેશમાં લોકોને ઝડપથી રસી આપવામાં આવી રહી છે (Covid Vaccination in India) ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 1,63,84,39,207 રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.

રિકવરી રેટ 93 ટકા છે

આ પહેલા બુધવારે દેશમાં કોવિડ-19ના 2,85,914 નવા કેસ નોંધાયા હતા. આ રીતે કોરોના સંક્રમિતોની સંખ્યા ચાર કરોડને વટાવી ગઈ છે. આ સમયગાળા દરમિયાન 665 લોકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા કેસોમાં એક હજારથી વધુનો વધારો થયો છે. પરંતુ મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે. હાલમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 93.33 ટકા છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર 17.75 ટકા છે. સરકારી સૂત્રોએ તાજેતરમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં કોરોનાનો ગ્રાફ નીચે જઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

દેશમાં આ રીતે કોવિડના કેસ વધ્યા

તમને જણાવી દઈએ કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021ના રોજ, ત્રણ કરોડને વટાવી ગઈ હતી. તે જ સમયે બુધવારે, કેસ ચાર કરોડને વટાવી ગઈ છે.

આ પણ વાંચો-Rajkot : ધોરાજીના બિસ્માર માર્ગોને લઇને લોકો પરેશાન, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો

Next Article