Corona Update : ભારતમાં કોરોના સંક્રમણના 15,528 નવા કેસ, 25 દર્દીઓના મોત, સક્રિય દર્દીઓની સંખ્યા 1.43 લાખ પર પહોંચી

|

Jul 19, 2022 | 11:06 AM

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં આજે 15,528 નવા કેસ સામે આવ્યા છે. જે 18 જુલાઈની તુલનામાં 1407 ઓછા છે

Corona Update : ભારતમાં કોરોના સંક્રમણના 15,528 નવા કેસ, 25 દર્દીઓના મોત, સક્રિય દર્દીઓની સંખ્યા 1.43 લાખ પર પહોંચી
ભારતમાં કોરોના સંક્રમણના 15,528 નવા કેસ, 25 દર્દીઓના મોત, સક્રિય દર્દીઓની સંખ્યા 1.43 લાખ પર પહોંચી
Image Credit source: PTI

Follow us on

Corona Case India: ભારતમાં કોવિડ-19  (covid-19) સંક્રમણના 15 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયા છે. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1.43 લાખ છે. જે કુલ કેસના 0.33 ટકા છે, કોરોના (Corona )થી સ્વસ્થ થવાનો દર 98.47 ટકા રિકવરી રેટ છે. જે ડેથ રેટ 1.20 ટકા છે. કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં આજે 15,528 નવા કેસ સામે આવ્યા છે. જે 18 જૂલાઈની તુલનામાં 1407 ઓછા છેસ્વાસ્થ મત્રાલયે જણાવ્યું કે, સોમવારના 16,113 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. ત્યારબાદ અત્યારસુધી રિકવર થનારની સંખ્યા 4,31,13,623 થઈ છે, દેશમાં અત્યારસુધી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 4,37,83,062 થઈ છે એટલે કે, અત્યારસુધી આટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

મંત્રાલયે જણાવ્યું કે, કોરોનાથી મૃત્યુઆંક 5,25,785 થયો છે. દેશમાં દરરોજનો પોઝિટિવિટી રેટ3.32 ટકા છે. તો વિકલી પોઝિટિવિટી રેટ 4.57 ટકા છે

4.68 દર્દીઓનો કોરોના ટેસ્ટ થયો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 4,68,350 દર્દીઓનો કોરોના ટેસ્ટ થયો છે, અત્યારસુધી દેશમાં 87,01,55,452 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. કોવિડ વેક્સિનેશનની વાત કરીએ તો દેશમાં વેક્સિનેશનનો આંકડો 200 કરોડને પાર થયો છે, ભારતમાં અત્યારસુધી 2,00,33,55,257 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 27,78,013 ડોઝ સોમવારના રોજ લગાવવામાં આવ્યા છે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચ્યો

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસ (Case)માં સતત વધારો થઈ રહ્યો છે . જેમાં 18 જુલાઇના રોજ કોરોનાના નવા 596 કેસ નોંધાયા છે. જયારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 4768એ પહોંચ્યો છે. આજે નોંધાયેલા નવા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 208, સુરતમાં 74, વડોદરામાં 54, મહેસાણામાં 39, બનાસકાંઠામાં 37, ગાંધીનગરમાં 37, કચ્છમાં 32, રાજકોટ 17, ભાવનગરમાં 14, આણંદમાં 12, વલસાડમાં 10, મોરબીમાં 08, અમેરલીમાં 06, દેવભૂમી દ્વારકામાં 06, નવસારીમાં 06, સાબરકાંઠામાં 05, અરવલ્લીમાં 04, પંચમહાલમાં 04, પોરબંદરમાં 04, ભરૂચમાં 03, ગીર સોમનાથમાં 03, સુરેન્દ્રનગરમાં 03, ખેડામાં 02, પાટણમાં 02, તાપીમાં 02 અને દાહોદમાં 01 કોસ નોંધાયો છે. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચ્યો છે. તેમજ આજે કોરોનાથી 626 દર્દીઓ સાજા થયા છે.

ભારતમાં આ રોગનો આ બીજો કેસ

દેશમાં મંકીપોક્સના (Monkeypox)બે કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે (Central Government)સૂચના જાહેર કરીને કહ્યું છે કે એરપોર્ટ અને બંદરો પર વિદેશથી આવતા તમામ મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને નજીકથી દેખરેખ રાખવામાં આવે. આ માટે, કેન્દ્રએ રાજ્ય સરકારોને એરપોર્ટ પર મુસાફરોની આરોગ્ય તપાસ પર કડક નજર રાખવા માટે પણ સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે કેરળના (Kerala)કન્નુરનો એક 31 વર્ષીય વ્યક્તિ સોમવારે તપાસમાં મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યો હતો. ભારતમાં આ રોગનો આ બીજો કેસ છે.

 

Next Article