Vaccination for Pregnant Women : સગર્ભા મહિલાઓ માટે સુરક્ષિત છે Covaxin, જાણો શું કહે છે ડૉક્ટર

|

Jan 18, 2022 | 11:08 PM

સરકારી ડેટા અનુસાર, માત્ર 2.78 કરોડ ડોઝ ગર્ભવતી મહિલાઓને 15 જાન્યુઆરી સુધી વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 1.59 કરોડને પ્રથમ ડોઝ મળ્યો છે અને 1.19 કરોડે બંને ડોઝ લીધા છે.

Vaccination for Pregnant Women : સગર્ભા મહિલાઓ માટે સુરક્ષિત છે Covaxin, જાણો શું કહે છે ડૉક્ટર
Covaxin safe for pregnant women with history of blood clots

Follow us on

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2.38 લાખ કોવિડ કેસ (Corona Cases in India) નોંધાયા છે, જે ગઈકાલ કરતા 7 ટકા ઓછા છે. પોઝિટીવીટીનો દર 19.65 ટકાથી ઘટીને 14.43 ટકા થયો છે. વૈજ્ઞાનિકોના મતે, સંક્રમણની ચેઇનને સંપૂર્ણપણે મંદ કરવાનો માર્ગ એ છે કે બધાને કોરોના સામે વેક્સિનના (Corona Vaccination) ડોઝ મળી રહે. જો કે ભારતે તમામ લાયક વય જૂથોમાં રસીકરણમાં વધારો કર્યો છે તેમ છતાં હજુ પણ વસ્તનું નોંધપાત્ર પ્રમાણ છે જેમણે રસીનો એક પણ ડોઝ મેળવ્યો નથી અને તેમને સંક્રમણ થવાની શક્યતા વધુ છે.

સરકારી ડેટા અનુસાર, માત્ર 2.78 કરોડ ડોઝ ગર્ભવતી મહિલાઓને 15 જાન્યુઆરી સુધી આપવામાં આવ્યા છે. 1.59 કરોડને પ્રથમ ડોઝ મળ્યો છે અને 1.19 કરોડે બંને ડોઝ લીધા છે. સગર્ભા વસ્તીમાં રસીકરણ પર છૂટાછવાયા ડેટા ઉપલબ્ધ છે. જાહેર ડોમેનમાં ઉપલબ્ધ છેલ્લો રાજ્ય મુજબનો ડેટા સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021 નો છે. ગર્ભવતી મહિલાઓને જલ્દીથી જલ્દી વેક્સિનેટ કરવાની જરૂર છે કારણ કે તેઓને સંક્રમણ થવાના ચાન્સ ખૂબ વધુ હોય છે. જો આની કાળજી લેવામાં ન આવે તો સમસ્યાઓ વધી શકે છે.

અમારી સહયોગી વેબસાઇટ ન્યૂઝ 9 એ નોએડાના એપોલો હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડૉ. મીથી ભાનોત સાથે કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યુ કે ‘સગર્ભા સ્ત્રીઓ પર આ નવીનતમ ઓમિક્રોન વધારાની અસર વિશે અમારી પાસે ડેટા નથી, પરંતુ મારા ક્લિનિક પર કૉલ્સ વધ્યા છે. મારા દર્દીઓ રસી લેવા માટે અચકાય છે કારણ કે તેઓને ડર છે કે તાવ તેમના અજાત બાળક પર ખરાબ અસર કરી શકે છે.’

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

12 સગર્ભા માતાઓમાંથી ત્રણ દર્દીઓ એવા છે કે જેઓ COVID ના હળવા લક્ષણોથી પીડાય છે. તેઓ હોમ આઇસોલેશનમાં છે અને તેમની સ્થિતિનું ખૂબ જ કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્રણમાંથી એકને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હોવા છતાં તેઓ પોઝિટીવ મળી આવી છે. તેમણે કહ્યુ કે તેમના બાકીના દર્દીઓને તેમણે વેક્સિન લઇ લેવા સૂચવ્યુ છે.

દિલ્હીમાં, લગભગ 2 લાખ સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ રસીના બંને ડોઝ મેળવી લીધા છે અને રાજ્ય સરકારે આશાવર્કર અને આંગણવાડી કાર્યકરોને જાગૃતિ લાવવા અને લોકોને વહેલામાં વહેલી તકે કોવિડની રસી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

પ્રથમ ડોઝ લેવાનો શ્રેષ્ઠ સમય

Dr. Gandhali Deorukhkar, Wockhardt હોસ્પિટલ, મુંબઈ જણાવે છે કે, “ગર્ભવતી સ્ત્રીઓ માટે વેક્સિનના બંને ડોઝ ખૂબ જ જરૂરી છે. સગર્ભા મહિલાઓ જે પોતાના પહેલા ટ્રાઈમેસ્ટરમાં હોય છે તેમને અમે રાહ જોવાની સલાહ આપીએ છે કારણ કે ત્યારે ગર્ભ વિકસિત થવાના તબક્કામાં હોય છે. આ સ્ટેજ પત્યા બાદ તેઓ કોઈપણ વેક્સિન લઈ શકે અને જો તેમને બ્લડ ક્લોટિંગની સમસ્યા ભૂતકાળમાં રહી હોય તો અમે Covaxin લેવાની સલાહ આપતા હોઈએ છે. આ સાથે જ કોવિડ નિયમોનું પાલન ખૂબ જ જરૂરી છે.”

મનીપાલ હોસ્પિટલ, ગુરુગ્રામમાં ફરજ બજાવતા  ડૉ. શર્મિલા સોલંકી વાત સાથે સહમતી દર્શાવી કહે છે કે, “જો પ્રથમ ટ્રાઈમેસ્ટર સમાપ્ત થઈ ગયો હોય તો તરત જ બંને ડોઝ લઈ લેવા જોઈએ. એજ શ્રેષ્ટ સમય છે ગર્ભવતી માતા અને તેના બાળક માટે.

ગર્ભમાં બાળકને પણ મળે છે એન્ટિબોડીઝ

ગાયનેકોલોજિસ્ટ કહે છે કે રસીકરણની કોઈ આડઅસર ગર્ભવતી મહિલાઓ પર હોતી નથી. ડૉ. બીરબલા રાય -સિનિયર ગાયનેકોલોજિસ્ટ, PSRI હોસ્પિટલના જણાવ્યા અનુસાર, “વેક્સિન તેમની સાથે સાથે તેમના બાળકની પણ રક્ષા કરશે. બંને ડોઝ લેવા ફરજિયાત છે અને ત્રીજા ટ્રાઈમેસ્ટરમાં રસી લીધા બાદ કોઈને મોટી આડ અસર થઈ નથી.

અમારા હોસ્પિટલની 90 ટકા મહિલાઓ વેક્સિનેટેડ છે અને જે બાકી છે એમની કાઉન્સિલિંગ શરૂ છે. વેકસીન લીધા બાદ ગર્ભને માતામાંથી સીધી એન્ટિબોડીઝ મળે છે અને આ વાત ફિંડીંગ કરાવતી મહિલાઓ પર પણ લાગુ પડે છે.”

કોવિડ આવ્યા બાદ ગર્ભાવસ્થા ટાળવી જોઈએ?

ડૉ. બીરબલાના મતે, “પ્રેગ્નન્સી એક પારિવારિક નિર્ણય છે. પહેલી અને બીજી વેવ બાદ હવે કોરોના વાયરસ વિશે પૂરતી માહિતી ઉપલબ્ધ છે અને નિષ્ણાતો પણ વાયરસ સાથે જીવવાની વાત કરતા હોય છે ત્યારે પરિવાર કોઈ પણ સમય પ્લાન કરી શકાય.”

“જો તમે પોઝિટિવ આવ્યો હોવ તો પ્રેગનન્સી પ્લાન કરતા પહેલા 2-3 મહિનાની રાહ જોવી જ જોઈએ. જો ગર્ભધારણ કર્યા બાદ તરત મહિલા પોઝિટિવ આવે છે તો તેને પ્રેગ્નન્સી અટકાવી ના જોઈએ. જો નિયમિત દવાઓનું સેવન અને ડોકટરની સલાહનું પાલન કરે તો સગર્ભા સ્ત્રીઓને કોરોનાથી વધારે કોઈ તકલીફ નથી.”

 

આ પણ વાંચો –

Republic Day 2022: કોરોનાને કારણે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દર્શકોની સંખ્યા ઓછી રાખવામાં આવી, માત્ર 5 થી 8 હજાર લોકો જ રાજપથ પર પહોંચી શકશે

આ પણ વાંચો –

Corona Cases in Nepal : નેપાળમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ, પહેલી વાર 1 દિવસમાં 10 હજાર કેસ

Next Article