Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 1109 લોકો કોરોનાથી સંક્રમિત, સક્રિય કેસમાં ક્રમશ ઘટાડો

|

Apr 08, 2022 | 11:11 AM

છેલ્લા 24 કલાકમાં કોરોનાને (Corona) કારણે 43 લોકોના મોત થયા છે, જે બાદ કુલ મૃત્યુઆંક વધીને 5,21,573 થઈ ગયો છે. હાલમાં સક્રિય કેસ (Corona Active Case) કુલ કેસના 0.03 ટકા છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 1109 લોકો કોરોનાથી સંક્રમિત, સક્રિય કેસમાં ક્રમશ ઘટાડો
Corona Update

Follow us on

દેશમાં કોરોના વાયરસના (Coronavirus) કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1109 નવા કેસ નોંધાયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને(Corona Active Case)  43033067 થઈ ગઈ છે. ઉપરાંત સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 11492 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય  (Health Ministry) દ્વારા શુક્રવારે આ માહિતી આપવામાં આવી છે. મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 43 લોકોના મોત થયા છે, જે બાદ કુલ મૃત્યુઆંક વધીને 5,21,573 થઈ ગયો છે. હાલમાં સક્રિય કેસ કુલ કેસના 0.03 ટકા છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.76 ટકા પર પહોંચ્યો છે.

એક્ટિવ કેસમાં ક્રમશ ઘટાડો

આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, હાલમાં કોરોનાનો ચેપ દર 0.24 ટકા છે અને સાપ્તાહિક દર 0.23 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 4,24,98,789 લોકો કોવિડથી સાજા થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.21 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 185.38 કરોડથી વધુ ડોઝ(Vaccine Dose)  આપવામાં આવ્યા છે.

ભારતમાં 7 ઓગસ્ટ 2020ના રોજ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. તેમજ સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, કોરોનાના કેસ એક કરોડને વટાવી ગયા હતા. ઉપરાંત ગયા વર્ષે 4 મેના રોજ બે કરોડ અને 23 જૂન, 2021ના રોજ ત્રણ કરોડથી વધુ કોવિડ (Covid Patient) દર્દીઓ હતા. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ 4 કરોડથી ઉપર પહોંચી ગયા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રાજ્યો પાસે કોરોના રસીના 16.36 કરોડ ડોઝ ઉપલબ્ધ

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર દેશભરમાં કોરોના સામે રસીકરણની ઝડપ વધારવા અને લોકોને રસી આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કોરોનાની વેક્સિન તમામ લોકોને ઉપલબ્ધ કરાવવા માટે 21 જૂન 2021થી નવો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. વધુ ને વધુ રસીની ઉપલબ્ધતા દ્વારા રસીકરણ અભિયાનની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં, લગભગ 187.03 કરોડ રસીના ડોઝ રાજ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં, રાજ્યો પાસે કોવિડ-19 રસીના 16.36 કરોડ વધારાના ડોઝ ઉપલબ્ધ છે.

 

 

આ પણ વાંચો :  મની લોન્ડરિંગ કેસમાં ED એ કરી ઓમર અબ્દુલ્લાની પૂછપરછ, કેન્દ્રીય એજન્સીના દુરપયોગનો કરાયો આક્ષેપ

આ પણ વાંચો : Uttar Pradesh: મંદિરમાં રાખેલા દીવાને કારણે બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગ, ફાયર અધિકારીઓ પણ આગની ઝપેટમાં

Next Article