Omicron In India: ભારત માટે ખતરો ! કોરોનાના ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટે ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લેવાનું શરૂ કર્યું

|

Dec 31, 2021 | 4:07 PM

ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના 309 નવા કેસ (Omicron Variant in India) નોંધાયા છે. આ પછી, ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,270 થઈ ગઈ છે.

Omicron In India: ભારત માટે ખતરો ! કોરોનાના ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટે ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લેવાનું શરૂ કર્યું
Omicron Variant Cases In India

Follow us on

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના (Corona Virus In India) કેસ વધી રહ્યા છે. જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટે (Omicron) ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટને બદલવાનું શરૂ કર્યું છે. ભારતમાં કોરોનાની બીજી લહેર પાછળ ડેલ્ટા વેરિઅન્ટ (Delta Variant) હતું. આ ઉપરાંત, વિશ્વમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે કેસોમાં વધારો થયો હતો. હવે ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપી પ્રસારને કારણે, ચિંતાઓ પણ વધવા લાગી છે.

ઓમિક્રોનના કુલ 1,270 કેસ

ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના 309 નવા કેસ (Omicron Variant in India) નોંધાયા છે. આ પછી, ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,270 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16,794 નવા કેસ આવ્યા અને 220 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઓમિક્રોનના 1,270 કેસ નોંધાયા છે, જેમાંથી 374 લોકો સ્વસ્થ થઈ ગયા છે અથવા દેશ છોડી ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 450 કેસ છે, આ પછી દિલ્હીમાં 320, કેરળમાં 109 અને ગુજરાતમાં 97 કેસ નોંધાયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

64 દિવસ બાદ રોજના કોરોના કેસ 16 હજારને વટાવી ગયા

ડેટા અનુસાર, કોવિડ-19ના દૈનિક કેસ લગભગ 64 દિવસ પછી 16,000ના આંકને વટાવી ગયા છે, જેનાથી ભારતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 3,48,38,804 થઈ ગઈ છે. સક્રિય કેસોની સંખ્યા વધીને 91,361 થઈ ગઈ છે. ભારતમાં એક દિવસમાં ચેપના 16,794 નવા કેસ નોંધાયા છે, જ્યારે 220 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક 4,81,080 પર પહોંચી ગયો છે. 27 ઓક્ટોબરે 24 કલાકમાં કોરોના વાયરસના 16,158 નવા કેસ નોંધાયા હતા.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, સક્રિય કેસોની સંખ્યા વધીને 91,361 થઈ ગઈ છે, જે ચેપના કુલ કેસના 0.26 ટકા છે. કોવિડ-19માંથી રિકવરીનો રાષ્ટ્રીય દર 98.36 ટકા નોંધાયો હતો. દેશમાં 24 કલાકમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યામાં 8,959 નો વધારો નોંધાયો છે. ડેટા અનુસાર, દૈનિક ચેપ દર 1.34 ટકા નોંધાયો હતો, જે 88 દિવસ માટે બે ટકાથી ઓછો છે. સાપ્તાહિક ચેપ દર 0.89 ટકા છે, જે 47 દિવસ માટે એક ટકાથી ઓછો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,42,66,363 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.38 ટકા છે.

 

આ પણ વાંચો : Amit Shah In Ayodhya: અયોધ્યામાં ગૃહમંત્રી અમિત શાહે રામલલાના દર્શન કરી મંદિર નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો : કોરોના રસીકરણને લઈને રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, કહ્યું- જુમલો કી સરકાર હૈ, જૂઠ-ઢોંગ-દિખાવા અપાર હૈ

Next Article