Coronavirus in India: સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 1.39 લાખને પાર

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 20 હજાર 38 નવા કેસ સામે આવ્યા છે.

Coronavirus in India: સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 1.39 લાખને પાર
કોરોનાના 20,038 નવા કેસ
| Edited By: | Updated on: Jul 15, 2022 | 11:39 AM

દેશમાં કોરોના વાયરસ (Corona Virus)નું સંક્રમણ વધતા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry)દ્વારા શુક્રવારે અપાયેલા અપડેટ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 20 હજાર 38 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ (Active Cases)ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા વધીને 1.39 લાખને પાર પહોંચી ગઈ છે.

દેશમાં 145 દિવસ બાદ ગઈકાલે ગુરુવારે 20 હજારથી વધુ કેસ નોંધાયા બાદ આજે શુક્રવારે પણ 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. ભારતમાં એક દિવસમાં કોરોનાના 20 હજાર 38 નવા કેસ નોંધાતા દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4 કરોડ 37 લાખ 10 હજાર 27 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે વધુ 47 લોકોના મોત થયા બાદ મૃતકોની સંખ્યા વધીને 5.25 લાખથી વધુ થઈ ગઈ છે.

દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 20 હજાર 38 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસોની (Active Cases)સંખ્યા સતત વધી રહી છે અને હવે આ સંખ્યા વધીને 1.39 લાખથી વધુ થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 2997 નવા એક્ટિવ કેસ નોંધાયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમણને કારણે વધુ 47 લોકોના મોત થયા છે. આ સાથે, કોરોનાથી મૃત્યુ પામનારા લોકોનો આંક વધીને 5,25,604 થઈ ગયો છે. મૃત્યુ પામેલા 47 લોકોમાંથી કેરળમાં 20, પશ્ચિમ બંગાળમાં પાંચ, મહારાષ્ટ્રમાં ચાર, પંજાબમાં ત્રણ, આસામ, બિહાર, હરિયાણા અને ઉત્તરાખંડમાં બે-બે જ્યારે દિલ્હી સહિત 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક-એક લોકોના કોરોનાથી મોત ગયા છે.

કોવિડ મૃત્યુ દર 1.20%

મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં દૈનિક સંક્રમણનો દર 4.44 ટકા છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 4.30 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 30 લાખ 45 હજાર 350 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં અને કોવિડ-19થી મૃત્યુદર 1.20 ટકા છે.

કોરોના વસામે ચાલી રહેલા દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 199.47 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 36 હજાર 76થી વધીને 1 લાખ 39 હજાર 73 થઈ ગઈ છે.