Corona Update : ફરી કોરોના કેસમાં અંશત: વધારો, એક દિવસમાં 1000થી વધુ કેસ નોંધાતા વધી ચિંતા

|

Apr 13, 2022 | 12:17 PM

Coronavirus in India: ભારતમાં કોરોના વાયરસના કેસમાં અંશત : વધારો થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના (Health Ministry) જણાવ્યા અનુસાર એક દિવસમાં 1,088 નવા કેસ નોંધાયા છે.

Corona Update : ફરી કોરોના કેસમાં અંશત: વધારો, એક દિવસમાં 1000થી વધુ કેસ નોંધાતા વધી ચિંતા
Corona Cases - File Photo

Follow us on

દેશમાં કોરોના વાયરસના (Corona Virus) કેસમાં વધારો નોંધાયો છે. બુધવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,088 નવા કેસ નોંધાયા છે અને 26 દર્દીઓના મોત થયા છે. આ પછી, દેશમાં કુલ કેસની સંખ્યા (Corona Case) 4,30,38,016 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતકોની સંખ્યા (Covid 19) 5,21,736 પર પહોંચી ગઈ છે.

બીજી તરફ, જો આપણે એક્ટિવ કોવિડ કેસની વાત કરીએ તો તે 10,870 દર્દીઓ છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા કુલ કેસના 0.03 ટકા છે. જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં ઘટાડો થયો છે.

કોરોનાના નવા વેરિઅન્ટે વધારી ચિંતા

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક પોઝિટિવિટિ દર (Corona Positivity Rate) 0.25 અને સાપ્તાહિક પોઝિટિવિટિ દર 0.23 ટકા નોંધવામાં આવ્યો છે. જ્યારે કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા હવે 4,25,02,454 છે. જ્યારે કેસમાં મૃત્યુ દર 1.21 ટકા રહ્યો છે. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ હજુ પણ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી, કારણ કે XE વેરિઅન્ટના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આ વેરિઅન્ટનો પ્રથમ કેસ મુંબઈમાં અને બાદમાં ગુજરાતમાં નોંધાયો હતો.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આરોગ્ય મંત્રાલયે સમીક્ષા બેઠક યોજી

તમને જણાવી દઈએ કે, આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી છે. આ અંગેની માહિતી આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આપી હતી. તેમણે કહ્યું કે નિષ્ણાતો નવા વેરિઅન્ટ પર નજર રાખી રહ્યા છે. તેના લક્ષણો જૂના વેરિઅન્ટ જેવા જ છે. જો આપણે લક્ષણો વિશે વાત કરીએ તો દર્દીને તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, શરદી અને ચામડીમાં બળતરા થવી. દેશમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી ત્વચામાં બળતરા થવા પાછળ ગરમી પણ એક કારણ હોઈ શકે છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : કોરોનાના નવા XE વેરિઅન્ટે વધાર્યું ટેન્શન, આરોગ્ય મંત્રાલયની વેરિઅન્ટ પર નજર, શું તે ચોથી લહેરની નિશાની છે?

Next Article