Omicron Updates: દેશમાં 113 પર પહોંચ્યો ઓમીક્રોનનો આંક, દિલ્હી-મહારાષ્ટ્રએ વધાર્યું ટેન્શન, જાણો ક્યાં કેટલા કેસ

|

Dec 18, 2021 | 10:44 AM

Omicron Latest Update: એવું માનવામાં આવે છે કે કમ્યુનિટી સ્પ્રેડવાળા સ્થળો પર ઓમિક્રોનના કેસ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ આવી શકે છે. દેશમાં હાલ 19 જિલ્લા એવા છે જ્યાં સંક્રમણ ખૂબ વધારે છે.

Omicron Updates: દેશમાં 113 પર પહોંચ્યો ઓમીક્રોનનો આંક, દિલ્હી-મહારાષ્ટ્રએ વધાર્યું ટેન્શન, જાણો ક્યાં કેટલા કેસ
Corona Omicron Variant (Symbolic Image)

Follow us on

ભારત (India)માં ઓમિક્રોન (Omicron)ના કેસ સતત વધી રહ્યા છે. રાજધાની દિલ્હી(Delhi)માં જ ઓમિક્રોનના 10 કેસ એક સાથે નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. ઓમિક્રોન અત્યાર સુધીમાં દેશના 11 રાજ્યોમાં ફેલાય ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન (Omicron Latest Update)ના સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ 32 ઓમિક્રોન સંક્રમિત છે.

આ રીતે, દેશભર(Omicron In India)માં ઓમિક્રોનના કુલ 113 કેસ નોંધાયા છે. ઓમિક્રોન ઉત્તર પ્રદેશમાં પ્રવેશી ચૂક્યો છે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ જિલ્લામાં એક વૃદ્ધ દંપતીમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. કપલની ટ્રાવેલ હિસ્ટ્રી મહારાષ્ટ્ર-રાજસ્થાન સાથે જોડાયેલી છે. આ રાજ્યોના ઘણા શહેરોની મુલાકાત લીધા બાદ બંને ગાઝિયાબાદ આવ્યા હતા. રાજસ્થાનમાં 17 લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે.

WHOએ કહ્યું કે ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કમ્યુનિટી સ્પ્રેડવાળા સ્થળો પર ઓમિક્રોનના કેસ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ આવી શકે છે. આપને જણાવીએ કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કેટલા કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્ર 32, દિલ્હી  22, રાજસ્થાન  17, કર્ણાટક 8, તેલંગાણા  8, કેરળ  5, ગુજરાત  5, આંધ્રપ્રદેશ  1, તમિલનાડ  1, ચંદીગઢ  1, પશ્ચિમ બંગાળમાં પણ એક કેસ નોંધાયો છે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

સ્પુટનિક-વી રસી ઓમિક્રોન સામે અત્યંત અસરકારક

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ કહ્યું કે ઓમિક્રોન જે રીતે ત્રણ અઠવાડિયામાં આફ્રિકા અને યુરોપમાં કહેર વર્તાવ્યો છે, ભારતમાં પણ જાન્યુઆરી સુધીમાં તેના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થવાનું અનુમાન છે. તેમણે કહ્યું કે આનાથી ઓમિક્રોન કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે.

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) મુજબ, સ્પુટનિક V ઓમિક્રોનને નિષ્ક્રિય કરવામાં અસરકારક છે, અને જ્યારે સ્પુટનિક લાઇટ બૂસ્ટર સાથે જોડવામાં આવે છે, ત્યારે આ રસી અન્ય રસીઓ (mRNA રસી સહિત) કરતાં ત્રણથી સાત ગણી સારી છે. RDIF એ જણાવ્યું હતું કે સ્પુટનિક લાઇટ રસી બે થી ત્રણ મહિના પછી ઓમિક્રોન સામે 80 ટકા અસરકારક હોવાનું જણાયું હતું.

Omicron વિશ્વના 91 દેશોમાં ફેલાયો

લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં 19 જિલ્લા એવા છે જ્યાં સંક્રમણ ખૂબ વધારે છે. ત્યાં સાપ્તાહિક પોઝિટિવિટી 5-10 ટકાની વચ્ચે છે. કેરળમાં આવા 9 જિલ્લા, મિઝોરમમાં 5 જિલ્લા, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં એક-એક જિલ્લા છે. લવ અગ્રવાલે જણાવ્યું હતું કે વિશ્વના 91 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ મળી આવ્યા છે.

WHOએ કહ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે ડેલ્ટા વેરિઅન્ટ દક્ષિણ આફ્રિકામાં ઝડપથી ફેલાયો ન હતો. આ સાથે, WHO એ સંભાવના વ્યક્ત કરી છે કે જો કોરોના મોટી વસ્તીમાં ફેલાય છે, તો ઓમિક્રોન ચેપના મામલામાં ડેલ્ટા વેરિઅન્ટને પાછળ છોડી શકે છે.

આ પણ વાંચો: Viral: જબરદસ્ત સિક્સર ! યુવકે ગજબનો છગ્ગો માર્યો, એકવાર જોયા પછી વારંવાર જોશો આ વીડિયો

આ પણ વાંચો: PM Kisan Yojana: 10માં હપ્તા પહેલા ચેક કરો લીસ્ટમાં તમારૂ નામ, ન હોય તો આ નંબર પર કરો કોલ

Published On - 10:35 am, Sat, 18 December 21

Next Article