કોરોનાના કહેર વચ્ચે સતર્કતા : સરકારે હોમ આઇસોલેશન માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો સમગ્ર વિગત

|

Jan 05, 2022 | 3:45 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના દર્દીઓ માટે હોમ આઇસોલેશન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેથી દર્દીઓએ હવે આ ગાઈડલાઈનને અનુસરવાની રહેશે.

કોરોનાના કહેર વચ્ચે સતર્કતા : સરકારે હોમ આઇસોલેશન માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો સમગ્ર વિગત
Revised guidelines for home isolation

Follow us on

New Home Isolation Guidelines: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Third Wave) ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) એક્શનમાં જોવા મળી રહ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એસિમ્પટમેટિક કોરોના દર્દીઓને હોમ આઇસોલેશન (Home Isolation) માટે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, પોઝિટિવ આવ્યાના સાત દિવસ બાદ અને ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો દર્દીને હોમ આઈસોલેશનના નવા નિયમો હેઠળ રજા આપવામાં આવશે.

હોમ આઇસોલેશન બાદ પરીક્ષણની જરૂર નથી

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે, હોમ આઇસોલેશનનો સમયગાળો પૂરો થયા પછી ફરીથી પરીક્ષણની જરૂર નથી. ડેટા અનુસાર, છેલ્લા 9 દિવસમાં દેશમાં કોરોનાના કેસ 6 ગણાથી વધુ વધી ગયા છે. જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કેસ ત્રણ દિવસમાં બમણા થઈ ગયા છે. જેથી આ માટે નવી હોમ આઈસોલેશન ગાઈડલાઈન(Revised Guidelines)  જરૂરી છે.

શું છે હોમ આઇસોલેશનના નવા નિયમો ?

આ નવી ગાઈડલાઈન અનુસાર વૃદ્ધ દર્દીઓને ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેશનની મંજૂરી આપવામાં આવશે. ઉપરાંત કોરોનાના હળવા લક્ષણોવાળા (Corona Symptoms) દર્દીઓ ઘરે જ આઈસોલેટ થાશે, આ માટે યોગ્ય વેન્ટિલેશન હોવું જરૂરી છે. દર્દીને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય દર્દીને વધુમાં વધુ પ્રવાહી લેવા જણાવવામાં આવ્યુ છે. ઉપરાંત જે દર્દીઓ HIV સંક્રમિત છે અથવા જેમને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે તેને ડૉક્ટરની સલાહ પછી જ હોમ આઇસોલેશનમાં જવાની મંજૂરી આપવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

એસિમ્પટમેટિક અને હળવા-લાક્ષણિક દર્દીઓ જેમની ઓક્સિજન લેવલ 93% થી વધુ છે તેમને હોમ આઇસોલેશનમાં જવાની મંજૂરી આપવામાં આવશે. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમને (Control Room) હળવા અને એસિમ્પટમેટિક દર્દીઓ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવવામાં આવ્યુ છે.જેથી કંટ્રોલ રૂમ જરૂર પડ્યે તેમને સમયસર ટેસ્ટિંગ અને હોસ્પિટલના બેડ ઉપલબ્ધ કરાવી શકે. આ સાથે દર્દીને સ્ટેરોઇડ્સ લેવાની મનાઈ ફરમાવવામાં છે. તેમજ સીટી સ્કેન અને છાતીનો એક્સ-રે ડોક્ટરની સલાહ વગર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો : કોરોનાનો કહેર : MNS ચીફ રાજ ઠાકરેનો સ્ટાફ થયો કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 26 મોટા નેતા કોરોનાની ઝપેટમાં

Next Article