હોંગકોંગમાં વધ્યા કોરોનાના કેસ તો ટેન્શનમાં આવ્યા શી જિનપિંગ, કહ્યુ – કંટ્રોલ કરવા ઝડપથી લો પગલા

|

Feb 16, 2022 | 8:03 PM

હોંગકોંગમાં કોરોના વાયરસ રોગચાળાની શરૂઆત પછીના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યુ છે અને આ અઠવાડિયે દરરોજ કોવિડ -19 ના લગભગ 2,000 નવા કેસ નોંધાયા છે.હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ કેરી લેમે પણ શહેરમાં ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી છે.

હોંગકોંગમાં વધ્યા કોરોનાના કેસ તો ટેન્શનમાં આવ્યા શી જિનપિંગ, કહ્યુ - કંટ્રોલ કરવા ઝડપથી લો પગલા
China President Xi Jinping urges Hong Kong to get control on Covid 19

Follow us on

ચીનમાં લોકોને કોવિડ-19ની (Covid-19) પકડમાં ન આવવા દેવાની વ્યૂહરચના પર વળગી રહેવા છતાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે હોંગકોંગની હોસ્પિટલો પર બોજ વધી રહ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સ્થાનિક સરકારને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઝડપી પગલાં ભરવા જણાવ્યું છે. હોંગકોંગમાં કોરોના વાયરસ (Coronavirus in Hong Kong) રોગચાળાની શરૂઆત પછીના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યુ છે અને આ અઠવાડિયે દરરોજ કોવિડ -19 ના લગભગ 2,000 નવા કેસ નોંધાયા છે.

સ્થાનિક સરકારે ચેપના કેસોનો સામનો કરવા માટે પહેલાથી જ ઘણા નિયંત્રણો લાદી દીધા છે. જો કે દર્દીઓની સંખ્યા વધતાં બુધવારે કેરીટાસ મેડિકલ સેન્ટરમાં હોસ્પિટલની બહાર ઉભા કરાયેલા બેડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ચીન તરફી સમાચાર સંસ્થા ‘વેન વેઈ પો’ના જણાવ્યા અનુસાર, ચીનના રાષ્ટ્રપતિએ વ્યક્તિગત રીતે સૂચનાઓ જાહેર કરી અને નાયબ વડા પ્રધાન હાન ઝેંગને હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ કેરી લેમ સાથે ચીનમાં રોગચાળો ફાટી નીકળવા અંગે ચીની નેતાઓની ચિંતાઓ વિશે વાત કરવા કહ્યું.

‘ઝીરો કોવિડ પોલિસી’ અપનાવવામાં આવી

હાન ઝેંગે કહ્યું કે હોંગકોંગ સરકારે મુખ્ય જવાબદારી ગંભીરતાથી લેવી જોઈએ અને રોગચાળાને પહોંચી વળવા ઝડપી પગલાં લેવા જોઈએ. ઝેંગે જણાવ્યું હતું કે ચીનની કેન્દ્ર સરકારની એજન્સીઓ અને પડોશી ગુઆંગડોંગ પ્રાંત હોંગકોંગને રોગચાળાનો સામનો કરવા માટે સહાય પૂરી પાડશે, જેમાં એન્ટિજન પરીક્ષણ, તબીબી કુશળતા અને પુરવઠો સામેલ છે. ચીન તેની સરહદોમાં વાયરસને નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે. આ માટે  ‘ઝીરો કોવિડ પોલિસી’ અપનાવવામાં આવી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

કોવિડને વહેલી તકે કાબૂમાં લેવાનું દબાણ

ચીનમાં કોરોના વાયરસને રોકવા માટે લાખો લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને કેસ મળ્યા પછી તરત જ લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ કેરી લેમે પણ શહેરમાં ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી છે, જ્યારે ચીન અને હોંગકોંગ વચ્ચે ભૌગોલિક અને અન્ય તફાવતો જોઈ શકાય છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને નાયબ વડા પ્રધાન હાન ઝેંગની ટિપ્પણીને કારણે કેરી લેમ પર દબાણ વધી રહ્યું છે. તેમના પર કોવિડને વહેલી તકે કાબૂમાં લેવાનું દબાણ છે.

આ પણ વાંચો –

ચીનના કારણે નેપાળ MCC કરારની મંજૂરીમાં કરી રહ્યું છે વિલંબ, હાથમાંથી નીકળી શકે છે 50 કરોડ ડોલર, અમેરિકા થયું નારાજ

આ પણ વાંચો –

New Zealand: વૈજ્ઞાનિકોએ સમુદ્રમાંથી દુર્લભ બેબી ઘોસ્ટ શાર્ક શોધી, જેનો જન્મ થોડા દિવસો પહેલા થયો હતો

Next Article