China Delta Variant: ચીનમાં કહેર મચાવી રહ્યો છે કોરોના, ડેલ્ટા વેરિઅન્ટ સબ-કેટેગરી AY.4 ના 138 કેસ નોંધાયા

|

Dec 13, 2021 | 1:40 PM

પ્રાંતીય મુખ્યાલય હાંગઝોઉ તરફથી રવિવારે એક સમાચાર અહેવાલમાં જણાવાયું છે કે ઝેજિયાંગમાં નોંધાયેલા 138 કેસમાંથી 11 નિંગબોમાં, 77 શાઓક્સિંગમાં અને 17 પ્રાંતીય રાજધાની હાંગઝોઉમાં નોંધાયા છે.

China Delta Variant: ચીનમાં કહેર મચાવી રહ્યો છે કોરોના, ડેલ્ટા વેરિઅન્ટ સબ-કેટેગરી AY.4 ના 138 કેસ નોંધાયા
File Image

Follow us on

તાજેતરમાં, ચીનના (China ઝેજિયાંગ પ્રાંતમાં કોવિડ-19ના (Covid-19 138 કેસ નોંધાયા છે અને તે બધા કોરોના વાયરસના (Coronavirus) ડેલ્ટા વેરિઅન્ટની (Delta Variant) સબકૅટેગરી AY.4 થી સંક્રમિત છે. આને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ પૂર્વ પ્રાંતમાં લાખો લોકોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ રવિવારે એક સમાચારમાં જણાવ્યું કે 5 થી 12 ડિસેમ્બરની વચ્ચે ઝેજિયાંગ પ્રાંતમાં કોવિડ-19ના 138 કેસ નોંધાયા છે.

પ્રાંતીય મુખ્યાલય હાંગઝોઉ તરફથી રવિવારે એક સમાચાર અહેવાલમાં જણાવાયું છે કે ઝેજિયાંગમાં નોંધાયેલા 138 કેસમાંથી 11 નિંગબોમાં, 77 શાઓક્સિંગમાં અને 17 પ્રાંતીય રાજધાની હાંગઝોઉમાં નોંધાયા છે. સમાચારમાં રોગ નિયંત્રણ અને નિવારણ માટે ઝેજિયાંગ પ્રાંતીય કેન્દ્રના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ અને વિશ્લેષણ પછી જાણવા મળ્યું છે કે તે બધા કોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટની સબકૅટેગરી AY.4 થી સંક્રમિત છે.

તેને મૂળ કોરોનાવાયરસ કરતાં વધુ ચેપી અને ઉચ્ચ વાયરલ લોડ સાથે વર્ણવવામાં આવ્યું છે. સાવચેતીના પગલાં લેતા સ્થાનિક અધિકારીઓએ જાહેર સભાઓ અને મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રાંતની વસ્તી લગભગ 6.46 કરોડ છે. ચીનમાં કોરોનાના અત્યાર સુધીમાં 99,780 કેસ નોંધાયા છે અને ચેપને કારણે 4,636 લોકોના મોત થયા છે.

ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024

ઓમિક્રોન વેરિઅન્ટ માટે કોઈ કેસ નથી

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ચીન ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અધિકારી ઝુ વેન્બોએ મંગળવારે એક ન્યૂઝ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ચીનમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સથી થતા કોઈ ચેપ જોવા મળ્યા નથી. કેસોમાં તાજેતરના વધારા વિશે વાત કરીએ તો, ઇનર મંગોલિયામાં ચેપ ઝડપથી વધ્યો છે. મધ્ય ઓક્ટોબર અને મધ્ય નવેમ્બર વચ્ચે ચીનમાં ડેલ્ટા વેરિઅન્ટના રેકોર્ડ કેસ નોંધાયા છે.

અડધાથી વધુ વસ્તીને રસી આપવામાં આવી છે

ચીનની અડધાથી વધુ વસ્તીનું કોવિડ રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. સરકાર બૂસ્ટર ડોઝ લાગુ કરવાનું પણ વિચારી રહી છે. એવા પણ અહેવાલ છે કે સરકાર કોરોના સંક્રમિત લોકોના પાલતુ પ્રાણીઓને મારી નાખવામાં આવી રહ્યા છે. ઘણા લોકો આ અંગે ઓનલાઈન ફરિયાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો : કપડાના સ્ટીકર પર બનેલી આ આકૃતિઓનો અર્થ શું છે ? શા માટે બનાવવાના આવે છે આ સિમ્બલ, જાણો તેનો અર્થ

આ પણ વાંચો : Porbandar : PSI અને રિટાયર્ડ ફોજી દ્વારા યુવાનોને ફ્રીમાં શારીરિક કસોટી પાસ કરવાની ટ્રેનિંગ આયોજિત કરાઇ, યુવાનો ટ્રેનિંગમાં હરખભેર જોડાયા

Next Article