સાવચેત રહેજો, દેશમાં મળ્યો છે કોરોનાનો નવો વેરિઅન્ટ XBB, અગાઉના વેરિઅન્ટ કરતા છે વધુ ચેપી, સરકારની વધી છે ચિંતા

|

Oct 18, 2022 | 7:52 AM

સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે કોરોના XBB (XBB) અને XBB1 (XBB1) ના નવા પ્રકારો અગાઉના વેરિઅન્ટની સરખામણીમાં વધુ ચેપી છે. લોકોને આ નવા વેરિઅન્ટથી સાવચેત રહેવા તાકીદ કરી છે.

સાવચેત રહેજો, દેશમાં મળ્યો છે કોરોનાનો નવો વેરિઅન્ટ XBB, અગાઉના વેરિઅન્ટ કરતા છે વધુ ચેપી, સરકારની વધી છે ચિંતા
Corona Virus

Follow us on

કોરોનાના નવા સબ-વેરિયન્ટ્સે કેરળ સરકારની ચિંતા વધારી દીધી છે. કેરળ રાજ્યમાં ફરી કોરોનાની મહામારી ના ફેલાય તે માટે સરકાર સઘન પગલા લઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે કોરોના XBB (XBB) અને XBB1 (XBB1) ના નવા પ્રકારો અગાઉના વેરિઅન્ટની (Corona variant ) તુલનામાં વધુ ચેપી છે. તેમણે લોકોને આ વેરિઅન્ટથી સાવધ રહેવા કહ્યું છે. ખાસ કરીને એવા લોકો કે જેઓ વૃદ્ધ છે, કોમોર્બિડિટીઝથી (Comorbidities) પીડિત છે, તેઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.

જ્યોર્જે કહ્યું, ‘વૃદ્ધો અને કોમોર્બિડિટીઝથી પીડિત લોકો કોરોનાના આ નવા પ્રકારના વેરિઅન્ટ, ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે, તેથી તેઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.’ તેમણે એમ પણ કહ્યું કે આરોગ્ય કર્મચારીઓએ પણ રસીના બૂસ્ટર કે સાવચેતીના ડોઝ લેવા જોઈએ.

આરોગ્ય મંત્રીએ લોકોને સાવચેતી રાખવા અને માસ્ક પહેરવાનું ચાલુ રાખવા વિનંતી કરી. તેમણે કહ્યું, ‘નવા કોવિડ વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાંથી લગભગ 1.8 ટકાને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. જો કે, તેમણે કહ્યું કે અત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી, આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધશે ?

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ઓમિક્રોનનું નવું સબ-વેરિઅન્ટ XBB ચિંતાજનક

આનું કારણ એ છે કે તાજેતરમાં જ દેશમાં ઓમિક્રોનનું બીજું સબ-વેરિઅન્ટ જોવા મળ્યું છે. તેને XBB નામ આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી, ભારતના ઘણા રાજ્યોમાં આ તમામ પ્રકારોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ રાજ્યોમાં ઓડિશા, કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. લેટેસ્ટ ફેડરલ ડેટાને ટાંકીને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનના નવા વેરિઅન્ટ્સ સરળતાથી ફેલાઈ જાય છે. અમેરિકામાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સિવાય યુરોપમાં પણ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં સાવચેતી રાખવી જરૂરી છે.

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના અનુમાન મુજબ, Omicronના બે પેટા વેરિઅન્ટ BQ.1 (BQ.1) અને BQ.1.1 (BQ.1.1) ઓક્ટોબરના ત્રીજા સપ્તાહ સુધીમાં કોરોના ચેપના કેસમાં વધારો કરી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. દરમિયાન, કોરોનાના નવા પેટા વેરિઅન્ટ BA.5.1.7 અને BF.7 અત્યંત ચેપી હોવાનું કહેવાય છે. ચીન અને અમેરિકામાં તેના કેસ વધી રહ્યા છે. અહેવાલો અનુસાર, ભારતમાં પણ BF.7 નો પહેલો કેસ સામે આવ્યો છે.

દેશમાં કોરોનાના કેસ નિયંત્રણમાં

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાના નવા કેસ નહિવત છે. કેરળ સિવાયના મોટાભાગના રાજ્યોમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે અને દરરોજ સંક્રમિતોની સંખ્યામાં ફણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાની સારી સ્થિતિ વચ્ચે કોરોનાના નવા પ્રકારે ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2060 નવા કેસ નોંધાયા છે અને 10 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,30,888 થઈ ગઈ છે. જ્યારે, કોરોનાથી મૃત્યુઆંક વધીને 5,28,905 થઈ ગયો છે.

 

 

Next Article