Ahmedabad : 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન અપાશે, જાણો AMC દ્વારા કેવી કરાઇ છે તૈયારી ?

|

Dec 27, 2021 | 7:30 PM

25 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના આ સંબોધનમાં તેમણે રસીકરણ અંગેની કેટલીક જાહેરાતો કરી હતી એમાં એક જાહેરાત આ પણ હતી કે આવનારા વર્ષ 2022માં 3 જાન્યુઆરીથી દેશમાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.

Ahmedabad : 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન અપાશે, જાણો AMC દ્વારા કેવી કરાઇ છે તૈયારી ?
વેક્સિનેશન (ફાઇલ)

Follow us on

Ahmedabad :  શહેરમાં 3 જાન્યુઆરીથી 15થી 18ના બાળકોને વેકસીન (Vaccine ) આપવાની શરૂઆત કરવામાં આવશે. ત્યારે એએમસીએ (AMC) બાળકો અને ફ્રન્ટલાઈન વર્કરોને વેકસીન આપવાની તૈયારીઓ શરૂ કરી છે. 15થી 18 વર્ષના બાળકો અને ફ્રન્ટલાઈન વર્કરોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. અને વેકસીન (Vaccine ) આપવા માટેના સ્થળોથી લઇ તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) 15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અને ફ્રન્ટલાઈન વર્કરોને 10 જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ (Booster dose) આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે એએમસી (AMC) દ્વારા બાળકો અને ફ્રન્ટલાઈન વર્કરો અને હેલ્થ વર્કરોને વેકસીન આપવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. 3 જાન્યુઆરીથી શહેરમાં 15થી 18 વર્ષના બાળકોને વેકસીન આપવાની શરૂઆત થશે. શહેરમાં 15થી 18 વર્ષના 4 લાખ કિશોરો છે. બાળકોને શાળાઓ કે કોલેજોમાં જઈને વેકસીન આપવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બાળકો ઉપરાંત હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કરોને 10 જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે. શહેરમાં 2 લાખ હેલ્થ વર્કરો અને 3 લાખ ફ્રન્ટલાઈન વર્કરો છે. જેમને 150 વધુ સ્થળો પર બુસ્ટર ડોઝ આપવામાં આવશે. બુસ્ટર ડોઝ આપવા માટે અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય સેન્ટરો પર વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બાળકો અને હેલ્થ વર્કરો તથા ફ્રન્ટલાઈન વર્કરોને વેકસીન આપવા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને સમયમર્યાદામાં બાળકોને વેકસીનનો પ્રથમ ડોઝ તથા હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરો બુસ્ટર ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) રસીકરણ અંગે કરી હતી જાહેરાત

ઉલ્લેખનીય છે કે 25 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના આ સંબોધનમાં તેમણે રસીકરણ અંગેની કેટલીક જાહેરાતો કરી હતી એમાં એક જાહેરાત આ પણ હતી કે આવનારા વર્ષ 2022માં 3 જાન્યુઆરીથી દેશમાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાને 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60થી વધુ ઉંમરના કો-મોર્બિડ નાગરિકોને પ્રીકોશન ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ આપવાની પણ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : VACCINATION : ગુજરાતમાં 15 થી 18 વર્ષના 35 લાખથી વધુ બાળકોના રસીકરણ અંગે થઇ શકે છે મહત્વની જાહેરાત

આ પણ વાંચો : શું ઐશ્વર્યા રાય પણ સલમાન સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી ? ભાઈજાનની આ એક ભુલ લગ્નમાં બની અડચણ

Published On - 7:00 pm, Mon, 27 December 21

Next Article