
આપણે ઘણીવાર સાંભળ્યું છે કે સત્યની હંમેશા જીત થાય છે. પરંતુ કોર્પોરેટ જગતમાં ક્યારેક પોતાની વાત સ્પષ્ટપણે જણાવવી પણ ભારે પડી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ઘટના બાદ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
આજના સમયમાં સારી નોકરી મેળવવી અને તેને જાળવી રાખવી પડકારજનક બની શકે છે. વાયરલ પોસ્ટ અનુસાર, એક મહિલાને નવી નોકરીમાં જોડાયાના માત્ર 4 કલાક બાદ એટલે કે લંચ બ્રેક દરમિયાન જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી.
મહિલાએ ઇન્ટરવ્યૂ દરમિયાન જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેની શિફ્ટ સોમવારથી શુક્રવાર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. કારણ કે તે પહેલેથી જ એક હોસ્પિટલમાં સાંજની શિફ્ટમાં કામ કરતી હતી અને પોતાના ખર્ચ તથા બચત માટે આ સવારે બીજી નોકરી કરી રહી હતી.
શરૂઆતમાં બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું, પરંતુ નોકરીના પહેલા જ દિવસે કંપનીએ અચાનક કામના કલાકોમાં ફેરફારની જાણ કરી. વાયરલ દાવા અનુસાર, કંપનીએ કર્મચારીઓને અઠવાડિયામાં 6થી 7 દિવસ અને દરરોજ 12 કલાક કામ કરવાનો શેડ્યૂલ જણાવ્યો.
આ પછી કંપનીએ એક મીટિંગ બોલાવી અને કર્મચારીઓને પૂછ્યું કે શું કોઈને નવા શેડ્યૂલને લઈને મુશ્કેલી છે અથવા તેમને કોઈ પ્રકારની મદદની જરૂર છે.
મહિલા અને તેના કેટલાક સહકર્મીઓને લાગ્યું કે કંપની ખરેખર તેમની મુશ્કેલી સમજવા માગે છે. મહિલાએ પોતાની સ્થિતિ વિશે સ્પષ્ટપણે વાત કરી હતી. સાથે જ તેણે એવું પણ કહ્યું હતું કે પોતાના નક્કી કરેલા રજાના દિવસોમાં તે 12 કલાક કામ કરવા તૈયાર છે.
વાયરલ પોસ્ટ અનુસાર, કંપનીના પ્રતિનિધિઓએ કર્મચારીઓની વાત સાંભળી અને તેમના નામ પણ નોંધ્યા. જોકે, થોડા સમય બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ.
લંચ બ્રેક દરમિયાન મહિલાને તેની રિક્રૂટમેન્ટ એજન્સી તરફથી ફોન આવ્યો. વાયરલ દાવા મુજબ, મહિલા સહિત પોતાની સમસ્યા અને વાસ્તવિક પરિસ્થિતિ વિશે વાત કરનારા તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. દાવા અનુસાર, કંપનીએ કર્મચારીઓ સાથે સીધી વાત કરવાને બદલે સિક્યુરિટી ગાર્ડ્સ મારફતે તેમને બહાર મોકલી દીધા.
આ વાયરલ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે મહિલા એક મુશ્કેલ કામકાજના વાતાવરણથી બચી ગઈ. જ્યારે કેટલાક લોકોએ આ ઘટનાને અન્યાય ગણાવીને મહિલાને લેબર લૉ અથવા એમ્પ્લોયમેન્ટ વકીલની સલાહ લેવાની સૂચના આપી છે.
નોંધ: આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ અને તેમાં કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે. TV9 ગુજરાતીએ આ પોસ્ટની સ્વતંત્ર્ય રીતે ચકાસણી કરી નથી.
Got hired for an 8–5, showed up on Day 1 to mandatory 12hr shifts 7 days a week, and was walked out by lunch for being “honest.” Then my other job flexed me
by
u/Old_Champion_3591 in
recruitinghell