AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાચું બોલવાની મળી આવી સજા! નોકરીના પહેલા જ દિવસે માત્ર 4 કલાકમાં મહિલાને લંચ બ્રેક દરમિયાન કરાઈ ટર્મિનેટ

સોશિયલ મીડિયા પર એક મહિલાની આપબીતી વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ માત્ર પોતાની શિફ્ટની સમયમર્યાદા અને પોતાની મુશ્કેલી વિશે સાચું જણાવવાના કારણે મહિલાને નોકરીના પહેલા જ દિવસે કાઢી મૂકી.

સાચું બોલવાની મળી આવી સજા! નોકરીના પહેલા જ દિવસે માત્ર 4 કલાકમાં મહિલાને લંચ બ્રેક દરમિયાન કરાઈ ટર્મિનેટ
Woman Fired Job Speaking TruthImage Credit source: iStock
| Updated on: Sep 24, 2026 | 11:03 AM
Share

આપણે ઘણીવાર સાંભળ્યું છે કે સત્યની હંમેશા જીત થાય છે. પરંતુ કોર્પોરેટ જગતમાં ક્યારેક પોતાની વાત સ્પષ્ટપણે જણાવવી પણ ભારે પડી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ઘટના બાદ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

નોકરીના પહેલા જ દિવસે મળ્યો મોટો ઝટકો

આજના સમયમાં સારી નોકરી મેળવવી અને તેને જાળવી રાખવી પડકારજનક બની શકે છે. વાયરલ પોસ્ટ અનુસાર, એક મહિલાને નવી નોકરીમાં જોડાયાના માત્ર 4 કલાક બાદ એટલે કે લંચ બ્રેક દરમિયાન જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી.

મહિલાએ ઇન્ટરવ્યૂ દરમિયાન જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેની શિફ્ટ સોમવારથી શુક્રવાર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. કારણ કે તે પહેલેથી જ એક હોસ્પિટલમાં સાંજની શિફ્ટમાં કામ કરતી હતી અને પોતાના ખર્ચ તથા બચત માટે આ સવારે બીજી નોકરી કરી રહી હતી.

અચાનક બદલાઈ ગયો કામનો શેડ્યૂલ

શરૂઆતમાં બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું, પરંતુ નોકરીના પહેલા જ દિવસે કંપનીએ અચાનક કામના કલાકોમાં ફેરફારની જાણ કરી. વાયરલ દાવા અનુસાર, કંપનીએ કર્મચારીઓને અઠવાડિયામાં 6થી 7 દિવસ અને દરરોજ 12 કલાક કામ કરવાનો શેડ્યૂલ જણાવ્યો.

આ પછી કંપનીએ એક મીટિંગ બોલાવી અને કર્મચારીઓને પૂછ્યું કે શું કોઈને નવા શેડ્યૂલને લઈને મુશ્કેલી છે અથવા તેમને કોઈ પ્રકારની મદદની જરૂર છે.

ઈમાનદારીથી પોતાની વાત કહેવી પડી ભારે

મહિલા અને તેના કેટલાક સહકર્મીઓને લાગ્યું કે કંપની ખરેખર તેમની મુશ્કેલી સમજવા માગે છે. મહિલાએ પોતાની સ્થિતિ વિશે સ્પષ્ટપણે વાત કરી હતી. સાથે જ તેણે એવું પણ કહ્યું હતું કે પોતાના નક્કી કરેલા રજાના દિવસોમાં તે 12 કલાક કામ કરવા તૈયાર છે.

વાયરલ પોસ્ટ અનુસાર, કંપનીના પ્રતિનિધિઓએ કર્મચારીઓની વાત સાંભળી અને તેમના નામ પણ નોંધ્યા. જોકે, થોડા સમય બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ.

લંચ બ્રેક દરમિયાન આવ્યો ફોન, ત્યારબાદ બહારનો રસ્તો બતાવ્યો

લંચ બ્રેક દરમિયાન મહિલાને તેની રિક્રૂટમેન્ટ એજન્સી તરફથી ફોન આવ્યો. વાયરલ દાવા મુજબ, મહિલા સહિત પોતાની સમસ્યા અને વાસ્તવિક પરિસ્થિતિ વિશે વાત કરનારા તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. દાવા અનુસાર, કંપનીએ કર્મચારીઓ સાથે સીધી વાત કરવાને બદલે સિક્યુરિટી ગાર્ડ્સ મારફતે તેમને બહાર મોકલી દીધા.

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

આ વાયરલ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે મહિલા એક મુશ્કેલ કામકાજના વાતાવરણથી બચી ગઈ. જ્યારે કેટલાક લોકોએ આ ઘટનાને અન્યાય ગણાવીને મહિલાને લેબર લૉ અથવા એમ્પ્લોયમેન્ટ વકીલની સલાહ લેવાની સૂચના આપી છે.

નોંધ: આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ અને તેમાં કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે. TV9 ગુજરાતીએ આ પોસ્ટની સ્વતંત્ર્ય રીતે ચકાસણી કરી નથી.

Got hired for an 8–5, showed up on Day 1 to mandatory 12hr shifts 7 days a week, and was walked out by lunch for being “honest.” Then my other job flexed me by u/Old_Champion_3591 in recruitinghell

આ પણ વાંચો, Trending Video : ઘરના આંગણામાં ફરતી વૃદ્ધ મહિલા પર વાંદરાનો હુમલો, જોરદાર ધક્કાથી કૉન્ક્રીટ પર પટકાતાં મોત ! સમગ્ર ઘટના CCTVમાં કેદ

Follow Us
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્
ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત
g clip-path="url(#clip0_868_265)">