UPSC Recruitment 2023 : કેટલી વાર આપી શકો છો UPSC સિવિલ સર્વિસ એક્ઝામ, શું હોવી જોઈએ ઉંમર, જાણો બીજું ઘણું બધું

|

Feb 06, 2023 | 7:42 AM

UPSC Recruitment 2023 : UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023ની સૂચના જાહેર કરવામાં આવી છે. અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. અહીં આ પરીક્ષા સંબંધિત જરૂરી માહિતી આપવામાં આવી રહી છે.

UPSC Recruitment 2023 : કેટલી વાર આપી શકો છો UPSC સિવિલ સર્વિસ એક્ઝામ, શું હોવી જોઈએ ઉંમર, જાણો બીજું ઘણું બધું
upsc cse 2023

Follow us on

UPSC CSE Recruitment 2023 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2023 (UPSC CSE 2023) ની સૂચના બહાર પાડી છે. પ્રિલિમ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2023 છે. આ વર્ષે કુલ 1,105 જગ્યાઓ માટે ખાલી જગ્યા આવી છે. ઉમેદવારો નિર્ધારિત છેલ્લી તારીખ સુધી તેમની પાત્રતા અનુસાર આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો : UPSC CSE Prelims Exam 2022: સિવિલ સર્વિસ પ્રિલિમ્સની પરીક્ષા 5 જૂને યોજાશે, જાણો કેવી રીતે ભરવી OMR શીટ

આ ન્યુઝમાં અમે આ પરીક્ષા માટે યોગ્યતા શું છે તે વિશે માહિતી આપીશું. ઉંમર શું હોવી જોઈએ? આ પરીક્ષા કોણ કેટલી વાર આપી શકે? આ પરીક્ષા દ્વારા કઈ જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે?

કોઈપણ યુવક યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા માટે ઓછામાં ઓછો સ્નાતક હોવો જોઈએ. જનરલ કેટેગરી માટે ઉંમર 21 થી 32 હોવી જોઈએ. અન્ય શ્રેણીઓ માટે ઉંમરમાં અલગ-અલગ છૂટછાટની જોગવાઈ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

UPSC CSE 2023 Age limit

  • જનરલ કેટેગરી / EWS : 21 થી 32 વર્ષ.
  • OBC : 21 થી 35 વર્ષ.
  • SC/ST: 21 થી 37 વર્ષ.
  • શારીરિક રીતે અક્ષમ : 21 થી 42 વર્ષ.
  • જમ્મુ અને કાશ્મીર નિવાસી માટે : જનરલ કેટેગરી 21 થી 37 વર્ષ / OBC માટે ત્રણ વર્ષ અને SC/ST, પાંચ વર્ષની છુટ.
  • દિવ્યાંગ અને નિવૃત્ત સંરક્ષણ કર્મચારી : 21 થી 35 વર્ષ / OBC માટે ત્રણ વર્ષની છૂટ અને SC/ST માટે પાંચ વર્ષની છૂટ.

UPSC CSE 2023 Attempts for all Category

જો તમે UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર થશો, તો તેને એકવાર ગણવામાં આવશે. ભલે તેને તમે પાસ કરી કે નહીં? જો ઉમેદવાર કોઈપણ કારણોસર ગેરલાયક ઠરે છે અથવા પરીક્ષા દરમિયાન તેની ઉમેદવારી રદ કરવામાં આવે છે, તો તેને પણ પ્રયાસ તરીકે ગણવામાં આવશે. જનરલ અથવા EWS કેટેગરીના ઉમેદવારો આ પરીક્ષા વધુમાં વધુ છ વખત આપી શકે છે. OBC અને OBC કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો આ પરીક્ષા વધુમાં વધુ નવ વખત આપી શકે છે. – SC/ST ઉમેદવારો તેઓ ઇચ્છે તેટલી વખત પરીક્ષા આપી શકે છે, બસ ઉંમર હોવી જોઈએ.

આ જગ્યાઓ પર કરવામાં આવશે છે ભરતી

  1. Indian Administrative Service
  2. Indian Foreign Service
  3. Indian Police Service
  4. Indian Audit and Accounts Service, Group A
  5. Indian Civil Accounts Service, Group A
  6. Indian Corporate Law Service, Group A
  7. Indian Defence Accounts Service, Group A
  8. Indian Defence Estates Service, Group A
  9. Indian Information Service, Group A
  10. Indian Postal Service, Group A
  11. Indian P&T Accounts and Finance Service, Group A
  12. Indian Railway Protection Force Service, Group A
  13. Indian Revenue Service (Customs & Indirect Taxes) Group A
  14. Indian Revenue Service (Income Tax) Group A
  15. Indian Trade Service, Group A (Grade III)
  16. Indian Railway Management Service, Group A
  17. Armed Forces Headquarters Civil Service, Group B (Section Officers Grade)
  18. Delhi, Andaman and Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Civil Service (DANICS), Group B
  19. Delhi, Andaman and Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Police Service (DANIPS), Group B
  20. Pondicherry Civil Service (PONDICS), Group B
  21. Pondicherry Police Service (PONDIPS), Group B
Next Article