UPSC CDS Result 2021: UPSC CDS 1નું અંતિમ પરિણામ જાહેર, અપૂર્વ ગજાનન બન્યા ટોપર, જુઓ સંપૂર્ણ મેરિટ લિસ્ટ

|

Dec 25, 2021 | 11:01 AM

UPSC CDS 1 final result 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સંયુક્ત સંરક્ષણ સેવાઓ એટલે કે CDS 1 પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યું છે.

UPSC CDS Result 2021: UPSC CDS 1નું અંતિમ પરિણામ જાહેર, અપૂર્વ ગજાનન બન્યા ટોપર, જુઓ સંપૂર્ણ મેરિટ લિસ્ટ
UPSC CDS Result 2021

Follow us on

UPSC CDS 1 final result 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સંયુક્ત સંરક્ષણ સેવાઓ એટલે કે CDS 1 પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. UPSCએ તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર CDS 1 ફાઇનલ પરિણામ 2021ની લિંક સક્રિય કરી છે. આ પરિણામ PDF ફોર્મેટમાં બહાર પાડવામાં આવ્યું છે. આ પરિણામ CDS 1 લેખિત પરીક્ષા અને SSB ઇન્ટરવ્યુ પછી જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે પદઘન અપૂર્વ ગજાનને (Padghan Apporv Gajanan) UPSC CDS 1 પરીક્ષા 2021માં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ હવે તેમનું પરિણામ જોઈ શકશે. પરિણામ જોવા માટે તમે UPSC વેબસાઇટ upsc.gov.in પર જઈ શકો છો. અથવા તમે આ સમાચારમાં આગળ આપેલ સીધી લિંક પર ક્લિક કરીને સંપૂર્ણ મેરિટ લીસ્ટ ચકાસી શકો છો.

CDS 1 પરીક્ષા 2021 ફેબ્રુઆરી 2021 માં UPSC દ્વારા લેવામાં આવી હતી. આ પછી SSB ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. બંને તબક્કા બાદ કુલ 154 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. CDS 1 ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (UPSC CDS 1 OTA result 2021) ના અંતિમ પરિણામની ઘોષણા પછી સફળ ઉમેદવારોના માર્કસ જાહેર કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પરીક્ષા દ્વારા ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA)માં 100, નેવલ એકેડમી (INA)માં 26 અને એરફોર્સ એકેડમી (AFA)માં 32 જગ્યાઓ ભરવામાં આવશે. આ પરીક્ષા IMA, INA અને એરફોર્સ એકેડમીના 152મા કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવી હતી. તાલીમ બાદ અધિકારીઓને ભારતીય સેના, નેવી અને એરફોર્સમાં કમિશન આપવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, આ પસંદગી યાદીમાં જે હવે જાહેર કરવામાં આવી છે તેમાં ઉમેદવારોના મેડિકલ પરીક્ષાના પરિણામોની ગણતરી કરવામાં આવી નથી. દસ્તાવેજોની ચકાસણી હજુ ચાલુ છે. આથી આ યાદી કામચલાઉ છે. તેને બદલવું શક્ય છે.

UPSC CDS ની આગળની પ્રક્રિયા સંબંધિત કોઈપણ માહિતી અથવા સ્પષ્ટતા માટે, તમે 011-26173215 પર આર્મી હેડ ક્વાર્ટર (રક્ષા મંત્રાલય)નો સંપર્ક કરી શકો છો. આ સિવાય અન્ય કોઈપણ માહિતી માટે તમે UPSC ઓફિસનો 011-23385271 અથવા 011-23381125 અથવા 011-23098543 પર સંપર્ક કરી શકો છો. સંપર્કમાં રહેવા માટે, તમે કામકાજના દિવસોમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી કૉલ કરી શકો છો.

 

ડાયરેક્ટ લિંક પરથી UPSC CDS 1 ફાઇનલ પરિણામ 2021 pdf જોવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો: MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ

આ પણ વાંચો: Bank PO Salary: શું તમે પણ બેન્ક પીઓ બનવા માંગો છો, જાણો કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ

Next Article