UGC NET 2021 Admit Card: નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આપવામાં આવશે. UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ NTAની સત્તાવાર વેબસાઇટ – ugcnet.nta.nic.in પર જારી કરવામાં આવશે. ઉમેદવારો આ વેબસાઈટ પરથી જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરવું પડશે. UGC NETની પરીક્ષા 6 થી 8 ઓક્ટોબર અને 17 થી 19 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 6 થી 11 ઓક્ટોબર દરમિયાન યોજાવાની હતી.
NTAએ આ અંગે કહ્યું હતું કે, “એજન્સીને વિદ્યાર્થી સમુદાય તરફથી જાણવા મળ્યું છે કે 10 ઓક્ટોબરની પરીક્ષાની તારીખ કેટલીક મોટી પરીક્ષાઓ સાથે ટકરાઈ રહી છે. સહભાગીતા સુનિશ્ચિત કરવા અને તેમને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે, યુજીસી-નેટ ડિસેમ્બર 2020 અને જૂન 2021 સાયકલની અમુક તારીખોને ફરીથી સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એનટીએ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ, એડમિટ કાર્ડમાં પરીક્ષા કેન્દ્ર, તારીખ, શિફ્ટ અને ઉમેદવારોનો સમય વિશેની માહિતી હશે. યુજીસી નેટ પરીક્ષાના દિવસે, ઉમેદવારોએ એનટીએ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલા સ્વ-ઘોષણા ફોર્મ (પૂર્ણ), એક સરળ બોલ પોઇન્ટ પેન, વધારાની તસવીર અને હાજરીપત્રક પર જોડવા માટે ફોટો આઈડી સાથે એડમિટ કાર્ડ સાથે રાખવું જરૂરી રહેશે.
UGC NET 2020 ડિસેમ્બર પરીક્ષા (UGC NET Exam 2021 Postponed) દેશમાં કોરોના વાયરસની તીવ્ર લહેરને કારણે મુલતવી રાખવામાં આવી હતી. બાદમાં તેની તારીખ 2 મે, 2021 થી વધારીને 17 મે, 2021 કરવામાં આવી. પરંતુ કોવિડ-19ની બીજી લહેરના કારણે પરીક્ષા યોજવી શક્ય ન હતી. અત્યાર સુધી UGC NET 2021ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: ખેડૂતોનું નસીબ હવે ચમકશે, PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને નવા 35 પાકની આપી ભેટ