NEET UG 2021 ફેઝ 2 માટે રજીસ્ટ્રેશન કરવાની આજે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

|

Oct 26, 2021 | 5:30 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA આજે NEET UG ફેઝ 2 માટે નોંધણી વિન્ડો બંધ કરશે. ઉમેદવારો કે જેમણે બીજા તબક્કાની પરીક્ષા માટે નોંધણી કરાવી નથી તેઓ NTA NEETની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in દ્વારા ઑનલાઇન નોંધણી કરાવી શકે છે.

NEET UG 2021 ફેઝ 2 માટે રજીસ્ટ્રેશન કરવાની આજે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી
NEET UG 2021

Follow us on

નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA આજે NEET UG ફેઝ 2 માટે નોંધણી વિન્ડો બંધ કરશે. ઉમેદવારો કે જેમણે બીજા તબક્કાની પરીક્ષા માટે નોંધણી કરાવી નથી તેઓ NTA NEETની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in દ્વારા ઑનલાઇન નોંધણી કરાવી શકે છે. આ સાથે વિગતોમાં સુધારો પણ ઉમેદવારો કરી શકશે. સત્તાવાર સૂચના મુજબ ઉમેદવારો લિંગ, રાષ્ટ્રીયતા, ઈ-મેલ સરનામું, શ્રેણી, પેટા-કેટેગરી વગેરે સુધારી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો NEET 2021 ના ​​ઓનલાઈન અરજી ફોર્મના પ્રથમ અને બીજા તબક્કામાં ભરેલી વિગતોને સુધારવાની છેલ્લી તક તરીકે આ સુવિધાનો લાભ લઈ શકે છે.

EET 2021 Phase 2 આ રીતે કરો રજિસ્ટ્રેશ

સ્ટેપ 1- ઓફિશિયલ વેબસાઈટ neet.nta.nic.in પર જાઓ.
સ્ટેપ 2 – ત્યારબાદ વેબસાઈટ પર આપવામાં આવેલી રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3 – રજિસ્ટ્રેશન કરી લોગઈન જનરેટ કરો.
સ્ટેપ 4 – હવે પોતાનું એપ્લિકેશન ફોર્મ ભરો.
સ્ટેપ 5– ફોટો અને સહી અપલોડ કરો.
સ્ટેપ 6– રજિસ્ટ્રેશન ફી સબમિટ કરો.
સ્ટેપ 7– એપ્લિકેશનની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પ્રિંટ લઈ લો.

NEET 2021 અરજી ફોર્મમાં સુધારો કેવી રીતે કરવો

સ્ટેપ 1: ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ની મુલાકાત લો.
સ્ટેપ 2: વેબસાઈટ પર આપેલી Correction Window ની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો.
સ્ટેપ 4: તમે જે માહિતી એડીટ કરવા માંગો છો તેને એડીટ કરો.
સ્ટેપ 5: અરજી ફોર્મ ફરીથી સબમિટ કરો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

NEETનું પરિણામ આ મહિને આવી શકે છે

NEETના વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. NEETનું પરિણામ આ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર NEET પરીક્ષાનું પરિણામ જાહેર કરશે. ઉમેદવારો આ વેબસાઈટ પરથી જ તેમનું પરિણામ જોઈ શકશે. NEET UG પરીક્ષા 12 સપ્ટેમ્બરે લેવામાં આવી હતી.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની પહેલ પર અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ હેઠળ, આ વખતે વિદ્યાર્થીઓને આ પરીક્ષા 13 ભાષાઓમાં આપવાની સુવિધા આપવામાં આવી છે. આમાંની મોટાભાગની ભારતીય ભાષાઓ છે. જે 13 ભાષાઓમાં NEET પરીક્ષા લેવામાં આવી હતી તેમાં અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: NCLT Recruitment 2021: લો ગ્રેજ્યુએટ એલએલબી માટે ભરતી, ઇન્ટરવ્યૂ આપીને જ મેળવી શકાશે સરકારી નોકરી

આ પણ વાંચો: UPSC Recruitment 2021: UPSC દ્વારા ઘણી જગ્યાઓ પર જાહેર થઈ ભરતી, જાણો તમામ વિગતો

Next Article