ભારતમાં DGP બનવા માટે આટલી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, આટલા સ્ટેપમાં મળે છે પોસ્ટ

DGP : ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ એટલે કે DGP, જેને હિન્દીમાં 'પોલીસ મહાનિર્દેશક' કહેવામાં આવે છે. કોઈપણ રાજ્યના પોલીસ વિભાગમાં આ સૌથી મોટી પોસ્ટ છે.

ભારતમાં DGP બનવા માટે આટલી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, આટલા સ્ટેપમાં મળે છે પોસ્ટ
UPSC Exam
| Edited By: | Updated on: Jan 02, 2023 | 11:33 AM

DGPનું પદ પોલીસ અધિકારી માટે સર્વોચ્ચ હોદ્દો છે, જે ખૂબ જ આદરણીય છે. DGP (પોલીસ મહાનિર્દેશક) રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસ દળનું નેતૃત્વ કરે છે. જેઓ રાજ્યના પોલીસ વડા તરીકે ઓળખાય છે. રાજ્યના પોલીસ માળખામાં ડીજીપીનું પદ સૌથી મોટુ છે. માત્ર IPS અધિકારી જ પ્રમોશન દ્વારા ડીજીપી બની શકે છે. એટલે કે જો તમારે ડીજીપી બનવું હોય તો પહેલા IPS ઓફિસર બનવું પડશે.

ભારતમાં IPS કેવી રીતે બને છે?

DGP બનવા માટે સૌથી પહેલાં ઉમેદવારો માટે UPSC એક્ઝામ પાસ કરીને IPS બનવું પડશે.

UPSCની પરિક્ષા 3 સ્ટેપ્સમાં પુરી થાય છે. જેને ક્લિયર કરવી પડે છે.

  • પહેલું સ્ટેપ- preliminary exam
  • બીજું સ્ટેપ- Main Exam
  • ત્રીજું સ્ટેપ- Interview

કેટલા પ્રમોશન પછી મળશે DGPનું પદ

IPS બન્યા પછી નાયબ પોલીસ અધિક્ષક (Dy.SP)ના પદ પર જુનિયર સ્કેલ પર નિમણૂક કરવામાં આવે છે. અહીં તમારા કામને જોતા, સિનિયર સ્કેલ પર આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (ASP)ના પદો પર પ્રમોશન આપવામાં આવે છે.

જાણો, IPS પ્રમોશન લિસ્ટ

  1. જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ           સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP)
  2. સિલેક્શન ગ્રેડ                                  સીનિયર સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP)
  3. સુપર ટાઈમ સ્કેલ                              ડેપ્યુટી ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (DIGP)
  4. સુપર ટાઈમ સ્કેલ                              ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP)
  5. સુપર ટાઈમ સ્કેલથી ઉપર                 એડિશનલ ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ (ADGP)
  6. સુપર ટાઈમ સ્કેલથી ઉપર                 ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ (DGP)

જણાવી દઈએ કે ભારતમાં માત્ર કેરલ રાજ્ય અને કેન્દ્ર સરકારોની પાસે જ પોલીસ અધિકારીઓની ભરતી કરવાની ક્ષમતા છે. ભારતમાં, કોઈ ખાનગી એજન્સીઓ પોલીસ અધિકારીની પોસ્ટ માટે ઉમેદવારોની ભરતી કરી શકતી નથી.