TET 2021 Registration: TET 2021 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આવી રીતે કરો અરજી

મહારાષ્ટ્ર એલીજીબીલીટી ટેસ્ટ 2021 (MAHA TET 2021) માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે, મંગળવાર 3 ઓગસ્ટ 2021થી શરૂ કરવામાં આવી છે.

TET 2021 Registration: TET 2021 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આવી રીતે કરો અરજી
TET 2021 Registration
| Edited By: | Updated on: Aug 11, 2021 | 5:52 PM

મહારાષ્ટ્ર એલીજીબીલીટી ટેસ્ટ 2021 (MAHA TET 2021) માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે, મંગળવાર 3 ઓગસ્ટ 2021થી શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્ય પરિષદ પરિષદ દ્વારા નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જે આ પરીક્ષા માટે અરજી કરવા માગે છે તેઓ MAHA TET 2021ની સત્તાવાર વેબસાઇટ mahatet.in પર જઈને અરજી કરી શકે છે.

આ પરીક્ષા (MAHA TET 2021 Exam) માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2021 છે. આ સિવાય ઉમેદવારો આ લેખની નીચે આપેલી લિંક પર ક્લિક કરીને અરજી કરી શકે છે. આ વર્ષે MAHA TETની પરીક્ષા 2 વર્ષના અંતરાલ બાદ લેવામાં આવી રહી છે. આ માટે 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શિક્ષકો માટે આ પરીક્ષા ફરજિયાત છે.

મહત્વની તારીખો

  1. નોંધણીની શરૂઆતની તારીખ – 3 ઓગસ્ટ 2021
  2. નોંધણી કરવાની છેલ્લી તારીખ – 25 ઓગસ્ટ 2021
  3. પરીક્ષાની તારીખ – 10 ઓક્ટોબર 2021

MAHA TET 2021 માટે કેવી રીતે કરવી અરજી

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ mahatet.in પર જાઓ.
  • MAHA TET2021 લિંક પર રજિસ્ટર ન્યૂ ટેબ પર ક્લિક કરો.
  • ઉમેદવારોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • તે પછી તેઓએ અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  • ઉમેદવારોએ અરજી સબમિટ કરતા પહેલા અરજીમાં આપેલી માહિતી ચકાસવી જોઈએ.
  • ઉમેદવારો અરજી ફી ઓનલાઇન ભરી શકે છે.
  • ઉમેદવારોએ ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની નકલ રાખવી જોઈએ.

આ પણ વાંચો: IAS ટોપર ટીના ડાબી અને અતહર ખાને લગ્નના 2 વર્ષ બાદ લીધા છૂટાછેડા, ગયા વર્ષે પરસ્પર સંમતિથી દાખલ કરી હતી અરજી

આ પણ વાંચો: Surat: સુરતમા ફરી માથાભારે તત્વોનો આતંક, રામપુરા વિસ્તારમાં કુખ્યાત બૂટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ બન્યું તંગ