TCS Recruitment 2021: દેશની સૌથી મોટી IT કંપની મહિલાઓને આપી રહી છે પગભર બનવાની તક , જાણો વિગતવાર

|

Sep 10, 2021 | 2:41 PM

ટાટા કન્સલ્ટિંગ સર્વિસિઝે (Tata Consultancy Services) એવી મહિલાઓ માટે ભરતી અભિયાન (TCS Recruitment 2021 for Women) શરૂ કર્યું છે જેઓ કરિયરમાં ગેપ બાદ નોકરીની શોધમાં છે.

સમાચાર સાંભળો
TCS Recruitment 2021: દેશની સૌથી મોટી IT કંપની મહિલાઓને આપી રહી છે પગભર બનવાની તક , જાણો વિગતવાર
TCS Recruitment 2021

Follow us on

TCS Recruitment 2021: IT સર્વિસ ક્ષેત્રે અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ નોકરી શોધી રહેલી મહિલા વ્યાવસાયિકો માટે તેની સૌથી મોટી રિક્રુટમેન્ટ ડ્રાઇવ( recruitment drive) ‘Rebegin’ શરૂ કરી છે. જો તમે નોકરીની શોધમાં (Job Search) છો તો તમારા સમાચાર તમને સારી તક માટે માહિતી પુરી પાડી રહ્યા છે.

ટાટા કન્સલ્ટિંગ સર્વિસિઝે (Tata Consultancy Services) એવી મહિલાઓ માટે ભરતી અભિયાન (TCS Recruitment 2021 for Women) શરૂ કર્યું છે જેઓ કરિયરમાં ગેપ બાદ નોકરીની શોધમાં છે. IT ફર્મનું કહેવું છે કે પ્રતિભા અને ક્ષમતા હંમેશા જળવાઇ રહેશે અને ફરી શરૂઆત કરવા ઇચ્છુક મહિલાઓ માટે અવસર છે કે તેઓ પોતાને પ્રેરિત કરે અને ફરી શરૂઆત કરીને નવી ઓળખ બનાવે.

મહિલાઓ માટે અવસર
કંપની તેવી મહિલાઓને અવસર પ્રદાન કરી રહી છે જેમને કરિયરમાં ગેપ આવી જતા નવી શરૂઆત માટે તકની જરૂર છે. દેશની પ્રમુખ આઇટી ફર્મે જણાવ્યું કે, “ટીસીએસ (TCS) તેવા લોકોની શોધમાં છે જેઓ પોતાની કુશળતા અને દૃષ્ટિકોણ દ્વારા વિશ્વમાં પરિવર્તન લાવવાની ક્ષમતા રાખે છે. જો તમે પણ તેમાંથી એક છો તો અમે ભરતી કરવા ઉત્સાહિત છીએ.”

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કંપનીએ વધુમાં જણાવ્યું કે અહીં તમને ઉપલબ્ધ રોજગારીના ઘણા અવસરો શોધવા માટે પ્લેટફોર્મ મળશે. આ પહેલ તમને માત્ર તમારી કુશળતા ખીલવવાનો જ નહીં પરંતુ તમારા મહત્વકાંક્ષી ક્ષેત્રમાં કરિયર બનાવવાનો પણ અવસર પ્રદાન કરે છે.

કોણ અરજી કરી શકે?
જે પણ ઉમેદવાર ઇચ્છુક છે અને તેમની પાસે 2થી 5 વર્ષનો અનુભવ છે તો તે અરજી કરી શકે છે. આ ભરતી દેશભરમાં કરવામાં આવશે. જે માટેની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવી જોઇએ. રસ ધરાવતા ઉમેદવારો પોતાના કરિયરને ધ્યાનમાં રાખીને અરજી કરી શકે છે. લાયક ઉમેદવારને ઇન્ટરવ્યુ અંગેની માહિતી રજીસ્ટર્ડ મેઇલ આઇડી દ્વારા મોકલવામાં આવશે.

આ skill આવશ્યક છે
SQL Server DBA, Linux Administrator, Network Admin, Mainframe Admin, Automation Testing, Performance Testing Consultant, Angular JS, Oracle DBA, Citrix Administrator, Java Developer, Dotnet Developer, Android Developerની સ્કીલ હોવી અનિવાર્ય છે.

ટીસીએસે જણાવ્યુ કે, “નવીનતા અને સામૂહિક જ્ઞાન દ્વારા વધુ સારું ભવિષ્ય બનાવવું તે જ અમારો ઉદ્દેશ્ય છે. તેથી અમે તમારા અનુભવ, તમારા વિચારો અને ભાવિ પેઢીઓ માટે નવા રસ્તાઓ બનાવવાની તમારી ક્ષમતાનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. ગૌરવપૂર્ણ સફળતાઓ અને પડકારરૂપ ભૂમિકાઓ સાથે તમે એક અલગ સફરનો અનુભવ કરો તેવી અમારી ઇચ્છા છે. જેમાં માત્ર એક સરળ સિંગલ સ્ટેજ ઇન્ટરવ્યૂ પ્રોસેસ બોનસ પોઇન્ટ છે.”

અરજી કરવા અને વધુ વિગતો માટે આ https://www.tcs.com/careers/rebegin-jobs લિંક ઉપર ક્લિક કરો

 

આ પણ વાંચો :  શું છે IPO, FPO અને OFS ? શેરબજારમાં શું છે તેમની ભૂમિકા ? જાણો અહેવાલ દ્વારા

 

આ પણ વાંચો :  કોઈ ફાટેલી ચલણી નોટ પધરાવી ગયું છે ? ચિંતા ન કરશો આ અહેવાલની માહિતી તમને ફાટેલી નોટના 100% રિટર્ન અપાવશે

Published On - 2:41 pm, Fri, 10 September 21

Next Article