Sarkari Naukri: ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં 3,476 પોસ્ટ પર ભરતી, જાણો માહિતી

|

Feb 10, 2021 | 9:55 PM

RRB Recruitment 2021: સરકારી નોકરી(Sarkari Naukri 2021)ની શોધમાં રહેલા લોકો માટે રેલ્વેના ઘણા ઝોનમાં ખાલી જગ્યાઓ છે. ખાસ વાત એ છે કે આ બધી ભરતીઓ ધોરણ 10માં પાસ માટે છે અને આ માટે કોઈ લેખિત પરીક્ષા નથી.

Sarkari Naukri: ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં 3,476 પોસ્ટ પર ભરતી, જાણો માહિતી
RailTel IPO

Follow us on

RRB Recruitment 2021: સરકારી નોકરી(Sarkari Naukri 2021)ની શોધમાં રહેલા લોકો માટે રેલ્વેના ઘણા ઝોનમાં ખાલી જગ્યાઓ છે. ખાસ વાત એ છે કે આ બધી ભરતીઓ ધોરણ 10માં પાસ માટે છે અને આ માટે કોઈ લેખિત પરીક્ષા નથી. વેસ્ટ સેન્ટ્રલ રેલ્વેમાં 561 પોસ્ટ્સ, સેન્ટ્રલ રેલ્વેમાં 2,532, અને બનારલ લોકમોટિવ વર્કમાં 374 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે. એકંદરે, રેલ્વેએ ધોરણ 10 પાસ માટે 3,476 પોસ્ટ્સની ભરતી કરી છે. દરેક માટે અરજીઓ ઓનલાઈન કરવામાં આવી રહી છે. આવો જાણીએ આ ભરતીથી સંબંધિત માહિતી.

 

વેસ્ટ સેન્ટ્રલ રેલ્વેમાં નોકરી

વેસ્ટ સેન્ટ્રલ રેલ્વે(West Central Railway) ટ્રેડ એપ્રેન્ટિસની પોસ્ટ્સ પર ભરતી કરવા જઈ રહી છે. કુલ 561 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 27 ફેબ્રુઆરી 2021 સુધી અરજી કરી શકે છે. જો એપ્લિકેશન ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે તેને 28 ફેબ્રુઆરી 2021થી 02 માર્ચ 2021 સુધી સુધારી શકો છો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Apply કરવા માટે અહીં ક્લિક કરો

સેન્ટ્રલ રેલ્વેમાં નોકરીઓ

સેન્ટ્રલ રેલ્વેની રિક્રુટમેન્ટ સેલ દ્વારા 2,532 પોસ્ટ્સ પર (Central Railway Job) જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત મુંબઈ, ભુસાવલ, પુના, નાગપુર સહિતના ઘણા પ્રદેશોમાં ભરતી કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો 6 ફેબ્રુઆરીથી આ માટે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 માર્ચ 2021ના ​​રોજ નક્કી કરવામાં આવી છે.

 

Apply કરવા માટે અહીં ક્લિક કરો

બનારસ લોકમોટિવ વર્ક્સમાં વેકેન્સી

વારાણસીના બનારસ લોકમોટિવ વર્ક્સ (BLW)માં 374 પોસ્ટ્સ પર ભરતી થવાની છે. આમાં આઈટીઆઈ (ITI) અને નોન-આઈટીઆઈ (Non-ITI) પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી માટેની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ 100 રૂપિયાની એપ્લિકેશન ફી ભરવાની રહેશે, આરક્ષણ કેટેગરીની મહિલાઓ અને વિદ્યાર્થીઓને કોઈ એપ્લિકેશન ફી ભરવાની રહેશે નહીં.

 

Apply કરવા માટે અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો: IB ACIO Admit Card 2021: ઈન્ટેલિજેન્સ ઓફિસર પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર થયું, આ રીતે કરો ડાઉનલોડ

Next Article